Sukanya Samriddhi Yojana : સુકન્યા સમૃદ્ધિ યોજના પર સરકારે જાહેર કર્યો નવો વ્યાજ દર: જાન્યુ-માર્ચ માટે જાણો વિગત
Sukanya Samriddhi Yojana જાન્યુઆરી-માર્ચ 2025 માટે આ યોજનાનો વ્યાજ દર 8.2% રાખવામાં આવ્યો છે, જે નાની બચત યોજનાઓમાં સૌથી વધુ
આ યોજનામાં જમા કરાવેલી રકમ, મળતું વ્યાજ અને પાકતી મુદત પર મળતી રકમ ત્રણેય પૂરી રીતે કરમુક્ત
Sukanya Samriddhi Yojana : દેશમાં છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવે છે, જે બચત યોજનાના રૂપમાં જાણીતી છે. આ યોજના હેઠળ સરકાર પ્રતિ ત્રિમાસિક વ્યાજ દરની જાહેરાત કરે છે. તાજેતરમાં, જાન્યુઆરી-માર્ચ 2025 માટે આ યોજના માટે 8.2% વ્યાજ દર નિર્ધારિત કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા 2015માં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન હેઠળ શરૂ કરાયેલ આ યોજનાનો મુખ્ય હેતુ માતા-પિતાને પુત્રીઓ માટે નાણાં જમા કરાવવા પ્રોત્સાહિત કરવાનો છે.
આ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછી 250 રૂપિયા જમા કરાવવાની જરૂરીયાત છે, અને આ રકમ જમા ન થાય તો ખાતું નિષ્ક્રિય બની શકે છે. ખાતું ફરી શરૂ કરવા માટે 250 રૂપિયાનો હપ્તો અને 50 રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.
એક વર્ષમાં મહત્તમ 1,50,000 રૂપિયા જમા કરી શકાય છે. ખાતાનો સમયગાળું 21 વર્ષ છે, જો કે દીકરીના લગ્ન વખતે અથવા 18 વર્ષની ઉંમરે શિક્ષણ માટે 50% રકમ ઉપાડી શકાય છે.
આ યોજના માત્ર ઉંચા વ્યાજ દરથી જ નહીં, પણ મોટાં ટેક્સ લાભથી પણ લાભકારક છે. જમા કરાવેલી રકમ, તેના પર મળતા વ્યાજ અને પાકતી મુદત પર મળતી રકમ ત્રણેય પૂરી રીતે કરમુક્ત છે. આ રીતે, આ યોજના છોકરીઓના ભવિષ્ય માટે શ્રેષ્ઠ નાણાકીય વિકલ્પ બની રહે છે.