PM Internship Yojana: ફક્ત થોડા દિવસો બાકી! તાત્કાલિક અરજી કરો અને સંપૂર્ણ વિગતો જાણો
PM Internship Yojana: દેશના યુવાનોને ટોચની કંપનીઓમાં પ્રેક્ટિકલ અનુભવ આપવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શરૂ કરી છે. આ યોજના માત્ર કૌશલ્ય વિકાસની તક જ નથી આપતી, પરંતુ ભવિષ્યમાં રોજગારીની સંભાવનાઓને પણ મજબૂત બનાવે છે. આ યોજના હેઠળ ઇન્ટર્નશિપ માટે 31 માર્ચ છેલ્લી તારીખ રાખવામાં આવી છે, એટલે કે, અરજી કરવા માટે માત્ર થોડા દિવસો જ બાકી છે.
શું છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના?
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્ત્વાકાંક્ષી પહેલ છે, જે દેશના યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક પૂરું પાડે છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વાસ્તવિક કાર્ય અનુભવ આપવા અને કાર્યક્ષેત્રના પડકારોનો સામનો કરવાની તૈયારી કરાવવાનો છે. સરકારનું લક્ષ્ય છે કે આગામી 5 વર્ષમાં 1 કરોડથી વધુ યુવાનો આ યોજનાનો લાભ લે.
યોજનાના મુખ્ય ફાયદા
કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક.
ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા બાદ માન્ય પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) મળશે.
મંત્રાલયો, સરકારી વિભાગો અને ખાનગી કંપનીઓમાં કામ કરવાની તક.
નોકરીની તકો વધશે.
દર મહિને નક્કી કરેલા સ્ટાઈપેન્ડ (વર્તમાન મહેનતાણું) મળશે.
પીએમ જીવન જ્યોતિ વીમા અને પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ પણ લાભ મળશે.
યોજનામાં મળતા સ્ટાઈપેન્ડ અને ભથ્થા
જોડાયા પછી 6,000 રૂપિયા આપવામાં આવશે.
પ્રતિ માસ 5,000 રૂપિયા 12 મહિનાની મુદત માટે આપવામાં આવશે.
સરકાર દ્વારા દર મહિને 4,500 રૂપિયા ઇન્ટર્નના ખાતામાં જમા કરવામાં આવશે.
કંપનીઓ તેમના CSR ફંડમાંથી 500 રૂપિયા વધારાના આપશે.
સ્ટાઈપેન્ડ ઇન્ટર્નની હાજરી, વર્તન અને કંપનીની નીતિ પર આધાર રાખશે.
પાત્રતા અને જરૂરી લાયકાતો
અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી.
ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
નોકરીમાં ન હોય અથવા નિયમિત અભ્યાસ કરતા ન હોય.
ઓનલાઈન કે ઓપન લર્નિંગ અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે.
વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
અરજદાર કે તેના માતાપિતા/જીવનસાથી સરકારી નોકરીમાં ન હોવા જોઈએ.
અરજદાર પાસે નીચેનામાંથી કોઈ એક લાયકાત હોવી જરૂરી:
માધ્યમિક શાળા પ્રમાણપત્ર
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર
ITI અથવા પોલિટેકનિક ડિપ્લોમા
સ્નાતક ડિગ્રી (BA, BCom, BSc, BCA, BBA, B.Pharma)
કોણ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં?
IITs, IIMs, NLU, IISER, NID અને IIITના સ્નાતકો.
CA, CMA, CS, MBBS, BDS, MBA કે અન્ય ઉચ્ચ ડિગ્રીધારક ઉમેદવારો.
જે લોકો પહેલાથી જ કેન્દ્ર કે રાજ્ય સરકારના ઇન્ટર્નશીપ કાર્યક્રમો હેઠળ તાલીમ લઈ રહ્યા છે.
NATS અને NAPS યોજના હેઠળ તાલીમ લીધેલા ઉમેદવારો.
કઈ રીતે કરશો અરજી?
સત્તાવાર વેબસાઇટ (https://pminternship.mca.gov.in/login/) પર જાઓ.
Register Now અથવા Youth Registration પર ક્લિક કરો.
મોબાઇલ નંબર દાખલ કરી OTP દ્વારા વેરિફાઈ કરો.
પ્રોફાઇલ ડિટેઇલ્સ ભરવા માટે જરૂરી માહિતી દાખલ કરો.
શૈક્ષણિક લાયકાત, બેંક એકાઉન્ટ, અને અન્ય માહિતી ઉમેરો.
e-KYC આધાર નંબર અથવા ડિજીલોકર દ્વારા પૂર્ણ કરો.
ઇન્ટર્નશીપ તક પર ક્લિક કરી અરજી કરો (વધુમાં વધુ 5 ઇન્ટર્નશીપ માટે).
પસંદગી પ્રક્રિયા
ઓનલાઈન અરજીઓની શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે.
SC/ST/OBC શ્રેણીના ઉમેદવારોને અનુરૂપ પ્રાથમિકતા આપવામાં આવશે.
કંપનીઓ તેમના પસંદગી માપદંડ અનુસાર ઇન્ટર્ન પસંદ કરશે.
પસંદગી પામેલા ઉમેદવારોને નોકરી માટે પણ તકો મળી શકે છે.
જો તમે હજુ સુધી પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરી નથી, તો 31 માર્ચ પહેલા ફટાફટ અરજી કરી લો! આ તમારા માટે ઉત્તમ તકોની ચાવી સાબિત થઈ શકે છે.