National Pension Scheme : શું NRI પણ લઈ શકે છે નેશનલ પેન્શન સ્કીમનો લાભ, જાણો શું છે શરતો
National Pension Scheme NRI માટે, રાષ્ટ્રીય પેન્શન યોજનામાં માત્ર ટિયર-1 એકાઉન્ટ ખોલી શકાય છે, અને KYC પ્રક્રિયાનું પાલન કરવું અનિવાર્ય
NRI રાષ્ટ્રીય પેન્શન યોજના માટે ઓનલાઈન અથવા ઑફલાઇન નોંધણી કરી શકે છે, અને સબમિટ કરવાના દસ્તાવેજોમાં પાન કાર્ડ, આધાર અને પાસપોર્ટનો સમાવેશ થાય
National Pension Scheme : અન્ય ભારતીય નાગરિકોની જેમ, કોઈપણ NRI રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. જોકે, આ માટે તેમણે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. National Pension Scheme
કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાંથી એક રાષ્ટ્રીય પેન્શન યોજના National Pension Scheme છે. જે નિવૃત્તિના આયોજન માટે રચાયેલ છે. આ યોજના શરૂઆતમાં માત્ર સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તે તમામ નાગરિકો માટે શરૂ કરવામાં આવી હતી.
રોકાણકારો રાષ્ટ્રીય પેન્શન યોજના National Pension Scheme માં રોકાણ કરીને નિવૃત્તિ ભંડોળ એકત્રિત કરી શકે છે. આ સાથે તેઓ પેન્શનની પણ વ્યવસ્થા કરી શકે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું NRI પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે? જો હા તો તેઓ આ કેવી રીતે કરી શકે છે અને આ માટે કઈ શરતોનું પાલન કરવું પડશે.
નેશનલ પેન્શન ફંડમાં NRI માટેના નિયમો શું છે? National Pension Scheme
અન્ય ભારતીય નાગરિકોની જેમ, કોઈપણ NRI રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. જોકે, આ માટે તેમણે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
શું છે શરત – National Pension Scheme
એનઆરઆઈ નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરવા માટે માત્ર ટિયર-1 એકાઉન્ટ ખોલી શકે છે. ટિયર-2માં કોઈપણ NRI યોગદાન આપી શકશે નહીં. આ સાથે NRIએ પણ KYCની પ્રક્રિયાને અનુસરવી પડશે.
NRIs માટે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં ખાતું કેવી રીતે ખોલવું? National Pension Scheme
કોઈપણ NRI કે જે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણ કરવા માંગે છે તેણે સત્તાવાર વેબસાઇટ https://enps.nsdl.com /eNPS/ National PensionSystem.html ની મુલાકાત લેવી પડશે.
હવે નેશનલ પેન્શન સિસ્ટમ પસંદ કરો. National Pension Scheme
આ પછી રજીસ્ટ્રેશન વિકલ્પ પર જાઓ.
· હવે નીચે સ્ક્રોલ કર્યા પછી, NRI વિકલ્પ પર જાઓ.
· હવે Registration Now ના વિકલ્પ પર ક્લિક કરો.
· હવે તમામ જરૂરી માહિતી દાખલ કરો જેમ કે PAN નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી.
તમે ઑફલાઇન પણ અરજી કરી શકો છો (National Pension Scheme)
નેશનલ પેન્શન સ્કીમમાં ખાતું ઑફલાઇન પણ ખોલી શકાય છે. જેના માટે તેઓએ પોઈન્ટ ઓફ પ્રેઝન્સની સત્તાવાર શાખામાં જઈને ફોર્મ ભરવાનું રહેશે.
આ દસ્તાવેજોની જરૂર પડશે (National Pension Scheme)
જો એનઆરઆઈ નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરવા માગે છે, તો આ માટે તેમણે કેન્સલ ચેક, આધાર કાર્ડની ફોટોકોપી, પાન કાર્ડ અને પાસપોર્ટ સબમિટ કરવો પડશે.
ખાતું ખોલ્યા પછી, તમારે ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે PRAN એટલે કે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર જારી કરવામાં આવે છે, ત્યારે એકાઉન્ટનું વેરિફિકેશન 90 દિવસની અંદર કરવાનું રહેશે. જે પછી NRI આ ખાતામાં રોકાણ કરી શકે છે.