Janani Suraksha Yojana : જનની સુરક્ષા યોજના (JSY) શું છે? આ યોજનામાંથી ગર્ભવતી મહિલાઓને કેવી રીતે મદદ મળે છે?
જનની સુરક્ષા યોજના હેઠળ ગરીબ સગર્ભા સ્ત્રીઓમાં સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવામાં આવે છે, જે માતા અને નવજાત શિશુના મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ
આ યોજના હેઠળ ડિલિવરી પછી ગર્ભવતી મહિલાના બેંક ખાતામાં 6000 રૂપિયાની નાણાકીય મદદ સીધી જ જમા કરવામાં આવે છે અને તમામ ચેક-અપ તેમજ ડિલિવરી મફત છે
Janani Suraksha Yojana : સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુના સ્વાસ્થ્યને સુધારવા માટે કેન્દ્ર સરકારે જનની સુરક્ષા યોજના Janani Suraksha Yojana શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ ગરીબ સગર્ભા સ્ત્રીઓમાં સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત મૃત્યુદર ઘટાડવાનો છે. Janani Suraksha Yojana
સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુના સ્વાસ્થ્યને સુધારવા માટે કેન્દ્ર સરકારે જનની સુરક્ષા યોજના શરૂ કરી હતી. આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) હેઠળ સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ છે. આ યોજનાનો ઉદ્દેશ ગરીબ સગર્ભા સ્ત્રીઓમાં સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત મૃત્યુદર ઘટાડવાનો છે. આ યોજના હેઠળ, ગર્ભવતી મહિલાના ડિલિવરી પછી તેના બેંક ખાતામાં 6000 રૂપિયા સીધા જ આપવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના હેઠળ સગર્ભા મહિલાઓના તમામ ચેક-અપ અને બાળકની ડિલિવરી મફત છે.
6000 રૂપિયાની આ રકમ માતા અને બાળકને પૂરતું પોષણ આપવા માટે આપવામાં આવે છે. જનની સુરક્ષા યોજના Janani Suraksha Yojana માંથી વાર્ષિક એક કરોડથી વધુ મહિલાઓને મદદ મળી રહી છે. સરકાર JSY પર વાર્ષિક રૂ. 1600 કરોડનો ખર્ચ કરી રહી છે. જેએસવાયની શરૂઆત 12 એપ્રિલ 2005ના રોજ કરવામાં આવી હતી.
JSY હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓને 1,400 રૂપિયા અને શહેરી વિસ્તારની મહિલાઓને 1,000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ, તેમને વધુ 5,000 રૂપિયા મળે છે. આ ઉપરાંત ડિલિવરી પછીના પાંચ વર્ષ સુધી માતા અને બાળકના રસીકરણ અંગેના સંદેશાઓ પણ યોજનામાં મળે છે.
Janani Suraksha Yojana લાભો કેવી રીતે મેળવવા
આ યોજનાનો લાભ મેળવવા માટે, સગર્ભા મહિલાએ તેની ડિલિવરી અને તેના બાળકના જન્મ માટે સરકારી હોસ્પિટલમાં નોંધણી કરાવવી પડશે. જનની સુરક્ષા યોજના હેઠળ નોંધણી કરાવતી મહિલાઓને સરકાર દ્વારા પ્રસૂતિ સમયે અને પછી રોકડ આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ ડિલિવરી સર્ટિફિકેટ, મહિલાનો બેંક એકાઉન્ટ નંબર જરૂરી છે.