સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે મેનેજમેન્ટ ટીમને આઈફોનનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે તેમણે ફક્ત એન્ડ્રોય સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું કહ્યુ છે. એક રિપોર્ટ અનુસાર એક નિર્ણય લેવામાં આવી છે ઝકરબર્ગે એપલના સીઈઓ ટિમ કુકની આકરી ટીકા કરી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં ટિમ કુકે ફેસબુકની ટીકા કરી હતી.
આ પહેલી વખત નથી કે ટિમ કુકે ફેસબુકની ટીકા કરી હોય. માર્ચમાં જ્યારે ટિમ કુકને પુછવામાં આવ્યુ હતુ કે કેમ્બ્રીજ એનાલિટિકાના મામલે તેઓ શુ કરત જો આવુ એપલમાં થયુ હોત, ત્યારે તેમણે કહ્યુ હતુ કે અમે આવી સ્થિતિમાં આવીએજ નહી. કુકનું કહેવુ હતુ કે ફેસબુકના યૂઝર્સના ડેટાથી પૈસા કમાવવામાં આવી રહ્યા છે અને એપલ આવુ તેના ગ્રાહકો સાથે ક્યારેય ન કરે.
માર્ક ઝુકરબર્ગે કુકના આ નિવેદનને છીછરૂ અને વાહિયાત કહ્યુ છે. હાલ એ સ્પષ્ટ નથી થયુ કે માર્ક ઝુકરબર્ગ દ્વારા મેનેજમેન્ટને ફક્ત એન્ડ્રોઈડ ફોન જ વાપરવાની સલાહ પાછળ ક્યાક આ કારણ તો નથી ને? ટિમ કુકે જે ફેસબુકની ટીકા કરી હતી ત્યારબાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે એ વાતતો સ્પષ્ટ છે કે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગથી ખુબજ નારાજ થયા છે. જો કે ફેસબુક તરફથી હાલ આ મુદ્દે કોઈ નિવેદન આવ્યુ નથી.