Volodymyr Zelensky યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી પર તેમના પદ પરથી રાજીનામું આપવાનું દબાણ
Volodymyr Zelensky વોલોડીમિર ઝેલેન્સકીએ એક મોટું નિવેદન આપીને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે. આ નિવેદનમાં તેમણે યુક્રેનમાં શાંતિ સ્થાપિત થવા અને નાટોનું સભ્યપદ મેળવવાના કિસ્સામાં પોતાની સૈદ્ધાંતિક સંમતિ આપી છે.
યુક્રેનમાં યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કિવમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઝેલેન્સકીએ કહ્યું કે જો શાંતિ પ્રાપ્ત થાય અને યુક્રેન નાટોનું સભ્ય બને તો તેઓ તાત્કાલિક પદ છોડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ નિર્ણય દેશ માટે વધુ સારો રહેશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ સામે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા ચાલુ છે. ટ્રમ્પે ઝેલેન્સકીને સરમુખત્યાર કહ્યા અને યુક્રેન પર યુદ્ધ શરૂ કરવાનો આરોપ પણ લગાવ્યો. જોકે, ઝેલેન્સકીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી ન હતી અને કહ્યું હતું કે માર્શલ લો સમાપ્ત થાય ત્યારે તેઓ ચૂંટણી દ્વારા પોતાની લોકપ્રિયતા ચકાસવા માટે તૈયાર છે.
આ દરમિયાન, રશિયાએ યુક્રેન પર મોટો ડ્રોન હુમલો કર્યો છે, જેમાં 200 થી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. ઝેલેન્સકીએ રશિયાના આ હુમલાઓની સખત નિંદા કરી અને યુક્રેનના સાથી દેશોને એકતા માટે અપીલ કરી.