USAમાં પૂર અને તોફાને મચાવી તબાહી! કેન્ટુકી અને જ્યોર્જિયામાં 9 લોકોના મોત, 39 હજાર ઘરોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો
USA: અમેરિકાના કેન્ટુકી અને જ્યોર્જિયામાં આવેલા ભયાનક પૂર અને વાવાઝોડાએ ભારે વિનાશ મચાવ્યો છે. આ કુદરતી આફતને કારણે ઓછામાં ઓછા 9 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કેન્ટુકીમાં 8 અને જ્યોર્જિયામાં 1નો સમાવેશ થાય છે. વાવાઝોડાને કારણે 39,000 ઘરોનો વીજળી અને પાણી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
USA: ગવર્નર એન્ડી બેશિયરે તેને છેલ્લા દાયકાની સૌથી મોટી આપત્તિ ગણાવી અને કહ્યું કે 24 કલાકની અંદર 1000 થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઘણા લોકોના મોત પૂરમાં ફસાયેલી કારના કારણે થયા છે, અને પૂરના પાણીમાં ડૂબી ગયેલા વાહનો, પડી ગયેલા વૃક્ષો અને ઘરોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે અને બચાવ કામગીરી ચાલુ છે.
હવામાનશાસ્ત્રીઓના મતે, કેન્ટુકી અને ટેનેસીમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે, અને કેટલાક વિસ્તારોમાં 6 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે. આના કારણે નદીઓ છલકાઈ રહી છે અને પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. અધિકારીઓએ લોકોને રસ્તાઓથી દૂર રહેવા ચેતવણી આપી છે, અને કહ્યું છે કે જોરદાર પવનને કારણે વધુ વીજળી ગુલ થઈ શકે છે.
ગવર્નર બેશિયરે સોશિયલ મીડિયા પર કહ્યું, “હાલમાં 300 થી વધુ રસ્તાઓ બંધ છે અને કટોકટી સેવાઓ સતત બચાવ કામગીરી ચલાવી રહી છે. લોકોએ મુસાફરી ન કરવી જોઈએ અને પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવું જોઈએ.”
I am sad to share some more tough news tonight, Kentucky. We just confirmed another weather-related death out of Pike County, bringing our total loss to 9 people.
Please join Britainy and me as we pray for these families during this difficult time.
— Governor Andy Beshear (@GovAndyBeshear) February 17, 2025
આ ઉપરાંત, એક બાળક પણ આ કુદરતી આફતનો ભોગ બન્યું છે, ત્યારબાદ રાષ્ટ્રપતિ જો બિડેને રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કર્યું છે. આ પછી, ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) ને રાહત કાર્ય શરૂ કરવાનો અધિકાર મળ્યો છે, અને ત્યાંના રહેવાસીઓને મદદ મોકલવામાં આવી રહી છે.
આ આપત્તિ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર બની ગઈ છે, અને રાહત કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.