ઇરાનઃ ફારસની ખાડીમાં ઇરાનની સેના રેવોલ્યુશનરી ગાર્ડના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્ધ જહાજની પાસે આવી ગયા તો અમેરિકન યુદ્ધ જહાજમાંથી ગોળીબાર કરી અમેરિકન સૈનિકોએ ઇરાનને ચેતવણી આપી હતી. જો કે ઇરાન દ્વારા આ ઘટના અંગે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના અંગેની વીડિયો ફૂટેજ સામે આવી છે જેમાં ગોળીબારનો અવાજ સંભળાય છે.
કોરોના મહામારી સામે દુનિયા લડી રહી છે ત્યારે પશયન ગલ્ફ સીમાં ફરી એક વખત ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયા છે. અહીંયા મોજૂદ અ્મેરિકાના એક યુધ્ધ જહાજે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના યુધ્ધ જહાજ પર ફાયરિંગ કર્યુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મળતી વિગતો દરમિયાન પેટ્રોલિંગ કરતી વખતે ઈરાનનુ જહાજ અમેરિકન નેવીના યુધ્ધ જહાજની નજીક આવી ગયુ હતુ.
અમેરિકાએ દાવો કર્યો છે કે, અમેરિકન યુધ્ધ જહાજ યુએસએસ ફાયરબોલ્ટે ઈરાનના જહાજને વોનગ આપી હતી અને આમ છતા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસનુ જહાજ અમેરિકન યુધ્ધ જહાજની વધારે ને વધારે નજીક આવી રહ્યુ હતુ. અમારા જહાજના ૬૨ મીટરના દાયરામાં ઈરાનનુ જહાજ આવી ગયા બાદ આખરે ચેતવણી આપવા માટે ફાયરિંગ કરવુ પડયુ હતુ.
અમેરિકન નૌસેનાના કહેવા પ્રમાણે યુધ્ધ જહાજે ફાયરિંગ કર્યા બાદ ઈરાનના જહાજો પાછા હટયા હતા. રિવોશ્યુનરી ગાર્ડસ દ્વારા પશયન ગલ્ફમાં બેજવાબદારીપૂર્ણ રીતે જહાજો હંકારવામાં આવતા હોય છે. જોકે ઈરાન તરફથી હજી આ બાબતે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બંન ેદેશો વચ્ચે પરમાણુ કરાર પર વાતચીત થઈ રહી છે.