Ultra Orthodox Jews: ઇઝરાઇલની નવી ધાર્મિક બ્રિગેડ,કોણ છે હારેદીમ યહૂદી?
Ultra Orthodox Jews: ઇઝરાઇલ સેના દ્વારા અતિરૂઢિવાદી યહૂદીઓ, જેમને હારેદીમ કહેવામાં આવે છે,ને સેના માં સામેલ કરવાની નવી પહેલ શરૂ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુદ્ધ દરમિયાન સૈનિકોની અછતનો સામનો કરનારી ઇઝરાયલ ડિફેન્સ ફોર્સેસ (IDF) દ્વારા તેની નવી બ્રિગેડ ‘હાહાશ્મોનાઈમ’ માટે લગભગ 50 હારેદીમ સૈનિકોની પ્રથમ ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત, 100 અન્ય હારેદીમને 6 મહિનાના તાલીમ બાદ બ્રિગેડની પ્રથમ રિઝર્વ કંપનીમાં સામેલ કરવામાં આવશે.
હારેદીમ સમુદાય ઇઝરાઇલમાં યહૂદી ધર્મના સૌથી કઠોર અનુયાયીઓનું સમુદાય છે, જે પ્રાર્થના અને ધાર્મિક અભ્યાસ માટે સમાજથી અલગ રહેવું પસંદ કરે છે. આ સમુદાયના લોકો ખાસ પ્રકારના વસ્ત્રો પહેરે છે, જેમાં મહિલાઓ સીધા સાદા કપડા અને માથું ઢાંકવાનું કપડું પહેરે છે, જ્યારે પુરુષો કાળા સૂટ અથવા ઓવરકોટ અને મોટી ફરવાળી ટોપી પહેરે છે. લાંબા સમય સુધી હારેદીમને ઇઝરાઇલના કાયદા હેઠળ સેના માં ફરજિયાત ભરતીમાંથી છૂટછાટ અપાતી હતી, જેને ‘ટોરાટો ઉમાનુતો’ કહેવામાં આવતું, જેનો અર્થ છે ‘ધર્મનો અભ્યાસ જ તેનું કાર્ય છે.’
The IDF has started its first recruitment for the ultra-orthodox brigade ‘Hahashmonaim’.
◾️Approx. 50 ultra-orthodox recruits enlisted today, forming the brigade’s first company.
◾️Approx. 100 additional ultra-orthodox people will be part of the brigade’s first reserves company… pic.twitter.com/Wc7xmloiaw— Israel Defense Forces (@IDF) January 5, 2025
જો કે, જુલાઈ 2023 માં આ કાનૂની મુક્તિ રદ કરવામાં આવી હતી, જેના કારણે દેશવ્યાપી વિરોધ થયો હતો. આ પગલાનો હેતુ માત્ર સૈન્યની જરૂરિયાતો પૂરી કરવાનો નથી પણ અલ્ટ્રા-ઓર્થોડોક્સ સમુદાયને મુખ્ય પ્રવાહમાં એકીકૃત કરવાનો છે. હરેડિમની ભરતી ઇઝરાયેલની સુરક્ષા અને સામાજિક માળખામાં નોંધપાત્ર પરિવર્તનનું પ્રતીક છે.