અમેરિકાઃ જંગલી પ્રાણી સાથે ફોટો પડાવવા માટે ક્રેઝી લોકો કંઈપણ કરી છૂટે છે. પરંતુ ક્યારે પોતાની આવી ભૂલો મોટી મુશ્કેલીઓ નોંતરે છે અને અકસ્માતનો ભોગ પણ બને છે. ત્યારે આવી જ એક ઘટના અમેરિકાના સાન ડિએગો ઝૂમાં પણ બની હતી.
અહીં એક પિતા તેની બે વર્ષની બાળકી સાથે ઝૂમાં ગયા હતા. તેમણે હાથીના વિસ્તારમાં પ્રવેશ કર્યો. છોકરી ખોળામાં હતી. હાથી પાછળથી આવ્યો અને સમયસર પિતા બાળકી સાથે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા. જોકે ભાગતી વખતે એક વખત બાળકી નીચે પડી ગઈ હતી. આ ખતરનાક ઘટના અમેરિકાના સાન ડિએગો ઝૂમાં બની છે.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે. હાથી માણસ અને તેની પુત્રી તરફ આગળ વધતો રહ્યો. વિડીયોમાં જોવા મળતો હાથી તે વિશ્વની સૌથી ભયજનક હાથીઓની એક પ્રજાતિ છે. તે આફ્રિકન બુલ હાથી હતો.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ વાયરને વટાવીને હાથીના વિસ્તારમાં ગયો. તેના ખોળામાં એક બાળકી છે. તે ફોટો લઈ રહ્યો છે. ત્યારે જ હાથી પાછળથી તેની તરફ દોડે છે. તે તારની નીચેથી ઝડપ ભાગવાનો પ્રયત્ન કરે છે. હાથી ખૂબ જ જોરથી અવાજ કરે છે. જોકે, હાથીએ તેના અને બાળકને નુકસાન પહોંચાડ્યું ન હતું.
આ વ્યક્તિનું નામ જોસ મેન્યુઅલ નાવરરેટ છે. તે 25 વર્ષનો છે. આ ઘટના માટે પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે પોલીસ હજી તેની તપાસ કરી રહી છે. ઝુ વહીવટીતંત્રનું કહેવું છે કે તેણે ઝુના નિયમો તોડ્યા છે.