SIPRI Report: 2024માં વૈશ્વિક સૈન્ય ખર્ચ પહોંચ્યો 2718 અબજ ડોલર સુધી,શાંતિની વાત કરનાર દેશોએ જ હથિયાર ખરીદ્યા સૌથી વધુ
SIPRI Report: 2024માં વૈશ્વિક સ્તરે સૈન્ય ખર્ચે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ની તાજેતરની રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સૈન્ય ખર્ચમાં 9.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જે કુલ 2718 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આ સંખ્યા શીતયુદ્ધ બાદની સૌથી મોટી વૃદ્ધિ છે.
SIPRI Report: આ વધારો મુખ્યત્વે યુરોપ, મધ્ય પૂર્વ, રશિયા અને એશિયાના દેશોથી થયો છે. રિપોર્ટ જણાવે છે કે, વિશ્વમાં શાંતિ અને સંવાદની વાત કરનારા દેશો હવે હથિયારોના સૌથી મોટા ખરીદદારો બની ગયા છે.
સૈન્ય ખર્ચમાં કોણ આગળ?
વિશ્વના ટોચના પાંચ સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા દેશો છે:
અમેરિકા, ચીન, રશિયા, જર્મની અને ભારત – જે મળીને વૈશ્વિક સૈન્ય ખર્ચનો લગભગ 60 ટકા હિસ્સો ધરાવે છે.
- અમેરિકા: 997 અબજ ડોલર (5.7% વધારો) – વિશ્વમાં સૌથી મોટું સંરક્ષણ બજેટ
- ચીન: 7% વધારો, એશિયા-પ્રશાંતમાં અડધો ખર્ચ એકલાં ચીન દ્વારા
- રશિયા: 38% વૃદ્ધિ સાથે 149 અબજ ડોલર, GDPનો 7.1%
- જર્મની: 28% વધારો સાથે 88.5 અબજ ડોલર – યુરોપમાં સૌથી વધુ ખર્ચ કરનાર
- ભારત: ટોચના પાંચ ખર્ચાળ દેશોમાં સામેલ
યુક્રેન અને રશિયા વચ્ચેની રેસ
- રશિયા: 2023ની સરખામણીએ 38% વધારે, સરકારી ખર્ચનો 19% ફક્ત સૈન્ય પર
- યુક્રેન: 64.7 અબજ ડોલર (2.9% વધારો), GDPનો 34% – વિશ્વમાં સૌથી મોટો સૈન્ય બોજ
SIPRI અનુસાર, યુક્રેન પોતાનું સમગ્ર કર આદર્યું આવક સૈન્ય પર વાપરે છે – જે આવનારા સમયમાં દેશ માટે આર્થિક સંકટનું કારણ બની શકે છે.
યુરોપ અને NATOનો પ્રભાવ
યુરોપીયન દેશોએ કુલ 693 અબજ ડોલર ખર્ચ્યા – 17% વધારો
NATOના 18 સભ્ય દેશોએ GDPનો ઓછામાં ઓછો 2% સંરક્ષણ પર ખર્ચ્યો.
- પોલેન્ડ: 38 અબજ ડોલર (31% વધારો) – GDPનો 4.2%
- જર્મની: યુરોપમાં ટોચનો ખર્ચાળ દેશ
મધ્ય પૂર્વ અને ઇઝરાયેલનો ખર્ચ
મિડલ ઈસ્ટનો કુલ સૈન્ય ખર્ચ 243 અબજ ડોલર, 15% વધારો
- ઇઝરાયેલ: 46.5 અબજ ડોલર – GDPનો 8.8% – દુનિયામાં બીજું સૌથી મોટું સૈન્ય બોજ
- લેબનાન: 58% વધારો સાથે 635 મિલિયન ડોલર – વર્ષો પછીનો મોટો ઉછાળો
એશિયા-પેસિફિકમાં પણ વૃદ્ધિ
- જાપાન: 21% વૃદ્ધિ સાથે 55.3 અબજ ડોલર – 1952 પછીની સૌથી મોટી છલાંગ
- તાઈવાન: 16.5 અબજ ડોલર (1.8% વધારો) – ચીન સામે તૈયારી
- ચીન: ક્ષેત્રમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનાર – શક્તિ સંતુલનમાં ફેરફારની કોશિશ
વિશ્લેષણ: ખતરનાક દિશામાં જઈ રહી છે દુનિયા?
SIPRIના સંશોધક જિઓ લિયાંગ કહે છે કે જો સરકારે અન્ય સામાજિક ક્ષેત્રોની કિંમત પર સૈન્ય સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું, તો તેનો અર્થતંત્ર અને સમાજ પર ગંભીર અસર થશે.
ત્રણ મોટાં સંઘર્ષક્ષેત્રો – રશિયા-યુક્રેન, ઇઝરાઇલ-ગાઝા અને ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભેલી તણાવભર્યું પરિસ્થિતિ – વૈશ્વિક શાંતિને વધુ અનિશ્ચિત બનાવી રહી છે.
2024નો આ વ્યાપક સૈન્ય ખર્ચ સાબિત કરે છે કે વિશ્વે ભલે શાંતિની વાતો કરે, પણ હથિયારો પર વિશ્વાસ સૌથી વધુ છે.