Sheikh Hasina શેખ હસીના બાંગ્લાદેશનાં લોકોને ઓનલાઇન સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનને આગ લગાડાઈ
Sheikh Hasina બુધવારે ઢાકામાં બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનમાં પ્રદર્શનકારીઓના એક મોટા જૂથ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. આ તોડફોડ ત્યારે થઈ જ્યારે તેમની પુત્રી અને પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના લોકોને ‘ઓનલાઇન’ સંબોધિત કરી રહ્યા હતા.
Sheikh Hasina પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સાંજથી જ રાજધાનીના ધનમોન્ડી વિસ્તારમાં આવેલા ઘર સામે હજારો લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘરને અગાઉ સ્મારક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યે હસીનાનું ભાષણ થવાનું હોવાથી સોશિયલ મીડિયા પર બુલડોઝર સરઘસ કાઢવા માટે હાકલ કરવામાં આવી હતી.
હસીનાના ભાષણનું આયોજન છાત્ર લીગ દ્વારા કરવામાં આવ્યું હતું, જે હાલમાં અવામી લીગની વિસર્જન પામેલી વિદ્યાર્થી પાંખ છે.
પોતાના સંબોધનમાં, ભૂતપૂર્વ વડા પ્રધાને દેશવાસીઓને વર્તમાન શાસન સામે સંગઠિત પ્રતિકાર શરૂ કરવા હાકલ કરી.
હસીનાએ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની સરકારનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમનામાં હજુ પણ એટલી તાકાત નથી કે તેઓ લાખો શહીદોના જીવનના ભોગે મળેલી રાષ્ટ્રધ્વજ, બંધારણ અને સ્વતંત્રતાને તોડી શકે.
તેમણે કહ્યું કે તેઓ ઈમારત તોડી શકે છે, પણ ઈતિહાસ નહીં… પરંતુ તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઈતિહાસ તેનો બદલો લે છે,