Shahbaz Sharif: કાશ્મીર પર પાકિસ્તાનનું વિવાદાસ્પદ નિવેદન, શાહબાઝ શરીફે આંતરરાષ્ટ્રીય સમુદાયને કરી અપીલ
Shahbaz Sharif કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારને સમર્થન આપતા 5 જાન્યુઆરી 2025ના રોજ પાકિસ્તાનમાં “સ્વ-નિર્ણય દિવસ” મનાવવામાં આવ્યો હતો. આ અવસર પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને કાશ્મીરીઓના અધિકારો માટે તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરી.
શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરીઓના આત્મનિર્ણયના અધિકારનું સમર્થક રહ્યું છે અને અમે ભવિષ્યમાં પણ રાજકીય અને રાજદ્વારી રીતે તેમનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ન્યાયી જનમતની ખાતરી આપતા 5 જાન્યુઆરી, 1949ના રોજ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવનો ઉલ્લેખ કર્યો હતો. શરીફે એમ પણ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કાશ્મીરીઓને સાત દાયકાથી આ અધિકારનો ઉપયોગ કરવાની તક મળી નથી.
Message of Prime Minister Muhammad Shehbaz Sharif on Right to Self-Determination Day for the People of Jammu & Kashmir pic.twitter.com/lVMbsHDLxM
— Prime Minister's Office (@PakPMO) January 5, 2025
પાકિસ્તાની વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમના વચનો પર રહેવા અને કાશ્મીરીઓને તેમના આત્મનિર્ણયના અધિકારને લાગુ કરવામાં મદદ કરવા વિનંતી કરી. તેઓએ કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનને તાત્કાલિક રોકવા, રાજકીય કેદીઓને મુક્ત કરવા અને કાશ્મીરી લોકોના મૂળભૂત અધિકારોને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી.
વધુમાં, શેહબાઝ શરીફે 5 ઓગસ્ટ 2019 ના ભારતના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો, જ્યારે ભારતે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ભારતનો ઉદ્દેશ્ય કાશ્મીરીઓને બહુમતી સમુદાયમાંથી લઘુમતી સમુદાયમાં ફેરવવાનો છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ શહેબાઝ શરીફના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓને રાજનૈતિક, રાજદ્વારી અને નૈતિક સમર્થન આપવાનું ચાલુ રાખશે અને કાશ્મીરીઓને આત્મનિર્ણયના ભારતના ઇનકારની ટીકા કરી હતી.