Sindhu Water Treaty Dispute સિંધુ જળ સંધિ પર ભારતના નિર્ણયથી પાકિસ્તાન તાવમાં: પીએમ શાહબાઝ શરીફની ચેતવણી, ‘દરેક પગલાનો જવાબ મળશે’
Sindhu Water Treaty Dispute 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ તેના નીતિગત અને રાજદ્વારી પગલાં વધુ કડક બનાવી દીધા છે. ભારતે સિંધુ જળ સંધિ મુલતવી રાખવાની કામગીરી શરૂ કરી છે, જે પાકિસ્તાન માટે એક મોટો આંચકો છે. ભારતના આ પગલાની સામે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ખુલ્લી ચેતવણી આપી છે.
પાકિસ્તાન મિલિટરી એકેડેમી કાકુલ ખાતે પાસિંગ આઉટ પરેડ દરમિયાન શાહબાઝ શરીફે કહ્યું કે, “અમે ભારતના દરેક હુમલાનો અને ષડયંત્રનો જવાબ ઉચિત રીતે આપીશું. જો કશો ખોટો પ્રયાસ થયો તો તે શાંતિ માટે નહીં રહે.”
આ પહેલા પણ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ વિવાદાસ્પદ નિવેદન આપીને કહ્યું હતું કે, “સિંધુ આપણું છે અને રહેશે, કાં તો નદીમાંથી પાણી વહેશે અથવા લોહી.”
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં વિશ્વ બેંકના મધ્યસ્થીથી સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. પરંતુ સતત આતંકી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની અવિશ્વસનીય વલણને કારણે હવે ભારતે આ સંધિને મુલતવી રાખવાનો નિર્ણાયક પગલું ભર્યું છે.
આ પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાને પણ જવાબી પગલાં લેતા જણાવ્યું કે જો ભારત દ્વારા પાણીના પ્રવાહને રોકવાનો પ્રયાસ થાય, તો તે યુદ્ધ સમાન નિર્ણય માનવામાં આવશે. સાથે જ તેણે શિમલા કરાર, દ્વિપક્ષીય વેપાર સંબંધો અને હવાઈ માર્ગો બંધ કરવાની પણ ધમકી આપી છે. તમામ ભારતીય વિઝા (શીખ યાત્રાળુઓ સિવાય) રદ કરી દીધાં છે.
બંને દેશો વચ્ચે શાંતિ અને સહકાર જરૂરી છે, પરંતુ હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.