Shabbar Zaidi:પાકિસ્તાનના ટોચના અર્થશાસ્ત્રી અને ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુના ભૂતપૂર્વ અધ્યક્ષ સૈયદ શબ્બર ઝૈદીનું કહેવું છે કે કાશ્મીર હવે તેમના દેશથી દૂર થઈ ગયું છે.
Shabbar Zaidi એ કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી અને તેના પરિણામો પર આ ટિપ્પણી કરી છે. ઝૈદીનું માનવું છે કે ભલે કાશ્મીરના લોકોએ નરેન્દ્ર મોદીની પાર્ટી બીજેપીને વોટ ન આપ્યો હોય, પરંતુ પાકિસ્તાન માટે કોઈ સારા સમાચાર નથી કારણ કે કાશ્મીરીઓએ નેશનલ કોન્ફરન્સને પસંદ કરી છે, જેની રચના શેખ અબ્દુલ્લાએ કરી હતી.
Yesterday Pakistan lost Kashmir forever. Kashmiris voted overwhelmingly against BJP but for National Conference of Sheikh Abdullah. In my view they rejected both Hindutva & amalgamation with Pakistan. We disappointed them due to our performance in Pakistan.
— SyedShabbarZaidi (@SShabbarZaidi) October 9, 2024
શબ્બર ઝૈદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘પાકિસ્તાને કાશ્મીર હંમેશ માટે ગુમાવ્યું છે. કાશ્મીરના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે કાશ્મીરીઓએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે પરંતુ એ પણ જુઓ કે તેઓએ શેખ અબ્દુલ્લા દ્વારા રચાયેલી પાર્ટી નેશનલ કોન્ફરન્સને જોરદાર સમર્થન આપ્યું છે. મારા મતે તેમણે હિન્દુત્વ અને પાકિસ્તાન સાથે વિલીનીકરણ બંનેને નકારી કાઢ્યા. અમે પાકિસ્તાનમાં અમારા પ્રદર્શનથી કાશ્મીરીઓને નિરાશ કર્યા છે.
કાશ્મીરમાં ચૂંટણીએ પાકિસ્તાનને નિરાશ કર્યું!
જમ્મુ-કાશ્મીરની 90 સભ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ કોન્ફરન્સે ચૂંટણીમાં 90માંથી 42 બેઠકો જીતી છે. તેના સહયોગી કોંગ્રેસે છ બેઠકો જીતી છે. જમ્મુ ક્ષેત્રમાં ભાજપે 29 બેઠકો જીતી છે. પીડીપી અને અન્ય પક્ષો કોઈ ખાસ અસર છોડી શક્યા નથી.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. કાશ્મીરમાં આ ચૂંટણીમાં 63.45 ટકા મતદાન થયું હતું. લાંબા સમય બાદ કાશ્મીરમાં ચૂંટણી માટે આવો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં લોકોએ ક્યાંય પણ મતદાનનો બહિષ્કાર કર્યો ન હતો, જે અગાઉ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાએ પાકિસ્તાનીઓને પરેશાન કરી દીધા છે. તેમને લાગે છે કે હવે પાકિસ્તાન માટે કાશ્મીરમાં સમર્થન મેળવવું મુશ્કેલ બનશે.