Russia Ukraine War ઇસ્ટર પર રશિયા-યુક્રેન યુદ્ધ માટે તાત્કાલિક વિરામ: પુતિનની ત્રણ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત
Russia Ukraine War રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ત્રણ વર્ષમાં પહેલીવાર શાંતિના પ્રયાસ તરીકે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈસ્ટરના પવિત્ર અવસર પર તાત્કાલિક યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
ક્રેમલિનની બેઠક દરમિયાન પુતિને જણાવ્યું કે 19 એપ્રિલની સવારે 06:00 વાગ્યાથી લઈને 21 એપ્રિલની મધરાત સુધી (મોસ્કો સમય અનુસાર) રશિયન સેનાઓ તમામ લશ્કરી કાર્યવાહીઓ સ્થગિત રાખશે. આ યુદ્ધવિરામ માનવતાના ધોરણે અને ઈસ્ટરના પવિત્ર અવસરને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે.
પુતિને ઉમેર્યું કે જો યુક્રેન યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરશે, તો રશિયન સેનાઓ સામે પડકારનો યોગ્ય જવાબ આપશે. તેમણે આશા વ્યક્ત કરી કે યુક્રેન પણ શાંતિનો સંકેત આપશે અને યુદ્ધવિરામનું પાલન કરશે.
બીજી તરફ, અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વિરુદ્ધ નિવેદન આપતાં જણાવ્યું કે તેઓ તેમના ચાહક નથી અને યુદ્ધ માટે કોઈ એક પક્ષને જ દોષી ઠેરવવું યોગ્ય નથી. ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ માટે બંને પક્ષના નેતાઓ જવાબદાર છે અને યુદ્ધમાં થયેલા જાનહાનિના પગલે હકીકતને સમજવી જરૂરી છે.
જવાબમાં ઝેલેન્સકીનું નિવેદન નોંધપાત્ર રહ્યું. તેમણે કહ્યું કે ટ્રમ્પે યુક્રેનની મુલાકાત લેવી જોઈએ, જ્યાં તેઓGround reality જોવા સાથે સાથે યુદ્ધમાં નુકસાન પામેલા પરિવારોને મળી શકે.
આ યુદ્ધવિરામ એક હકારાત્મક પગલું છે જે આશા જગાવે છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં થોડી શાંતિ ફેલાશે. જો યુક્રેન પણ સમાન ભાવનાને અનુસરે, તો ઈસ્ટરનો પવિત્ર અવસર બંને દેશોમાં માનવતા અને શાંતિ તરફ એક નવો સંકેત આપી શકે છે.