Russia-Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુદ્ધબંદીઓની અદલા-બદલી, UAE ની મહત્વપૂર્ણ ભૂમિકા
Russia-Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એક સકારાત્મક પહેલ જોવા મળી છે. યુનાઇટેડ અરબ અમીરાત (UAE) ની મધ્યસ્થતામાં બંને દેશોએ યુદ્ધબંદીઓની અદલા-બદલી કરી છે. આ કરાર અંતર્ગત સેકડો બંદીઓને મુક્ત કરવામાં આવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ માહિતી આપી હતી કે આ અદલા-બદલીમાં 189 યુક્રેની બંદીઓને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં સૈનિકો, સીમા રક્ષકો, રાષ્ટ્રીય રક્ષકો અને બે નાગરિકો શામેલ છે. ઝેલેન્સ્કીએ UAE ના યોગદાન માટે આભાર વ્યક્ત કરતા કહ્યું, “અમે અમારા બધી બંદીઓને પાછા લાવવા માટે કામ કરી રહ્યા છીએ અને કઈ વ્યક્તિને ભૂલતા નથી.” તેમણે બસમાં બેઠેલા સૈનિકોની તસવીરો પણ શેર કરી હતી, જેમાં સૈનિકોએ યુક્રેનનો ઝંડો પકડી રાખ્યો હતો. મુક્ત થયેલા લોકોમાં મારિયુપોલ શહેરના રક્ષકો અને સ્નેક આઇલૅન્ડના રક્ષકો શામેલ હતા.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે 150 સૈનિકોને મુક્ત કર્યા છે. સૈનિકોને પ્રથમ બેલારુસ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને તબીબી અને માનસિક સહાય આપવામાં આવી. રશિયા અને યુક્રેન વચ્ચેના ત્રણ વર્ષના યુદ્ધ દરમિયાન આ પ્રકારની કેદીઓની અદલાબદલી ઘણી વખત થઈ છે, પરંતુ આ પહેલને સંઘર્ષમાં ફસાયેલા લોકો માટે શાંતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને જાહેરાત કરી હતી કે અમેરિકા યુક્રેનને $2.5 અબજના વધારાના હથિયારો મોકલશે. તેમણે જણાવ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર રશિયાના વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને મદદ કરવા માટે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહ્યું છે.
The return of our people from Russian captivity is always very good news for all of us. Today is one of those days – our team has managed to bring 189 Ukrainians back home.
These are military personnel: defenders of Azovstal and Mariupol, Chornobyl NPP, Zmiinyi Island, and… pic.twitter.com/9z7WLIh5Iu
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 30, 2024
UAE ની મધ્યસ્થતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રાજનૈતિક પ્રયત્નો યુદ્ધમાં ફસાયેલા લોકોને રાહત આપી શકે છે. આ ઘટના યુદ્ધગ્રસ્ત હજારો પરિવાર માટે આશાની કિરણ બની છે.