Prophecy: પ્રલયની ભવિષ્યવાણી;બાબા બિગ્સે આપ્યો વિનાશક ભૂકંપનો ચિંતાજનક સંકેત
Prophecy: ભવિષ્યવક્તા બાબા બિગ્સે એક વિનાશક ભૂકંપની ભવિષ્યવાણી કરી છે, જેના કારણે દુનિયાભરમાં ચિંતાનું મોજું રહ્યું છે. બાબા બિગ્સે દાવો કર્યો છે કે તેમને ભગવાનના દર્શન મળ્યાં છે, જેમાં તેમણે 10 તીવ્રતા ધરાવતો ભૂકંપ જોવા મળ્યો છે. તેમના કહેવા મુજબ, આ ભૂકંપ પ્રલય જેવું હશે અને આમાં લગભગ 1800 લોકોનાં મોત થઇ શકે છે.
બાબા બિગ્સે જણાવ્યું છે કે આ ભૂકંપ ન્યૂ મેડ્રિડ ફોલ્ટ લાઇન પર આવશે, જે અમેરિકાના અનેક મહત્ત્વના રાજ્યઓમાંથી પસાર થાય છે, જેમ કે મિસૌરી, આર્કાન્સાસ, ટેનેસી, કેન્ટકી અને ઈલિનોઇ. આ પછી, આ ભૂકંપના આફ્ટરશોક્સ ટેક્સાસના ટેક્સારકાના થી ઓક્લાહોમા સુધી અનુભૂતિ પામશે, જેમની તીવ્રતા 6.5 સુધી હોઈ શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે આ ભૂકંપ એટલો શક્તિશાળી હશે કે મિસિસીપી નદીની દિશા બદલાઈ શકે છે. બાબા બિગ્સે આ ભૂકંપના વસંત ઋતુમાં આવી શકવાની સંભાવના વ્યક્ત કરી છે. બાબા બિગ્સ પેહલા પણ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હત્યાના પ્રયાસની સચોટ ભવિષ્યવાણી કરી હતી, જે પછીમાં સચું સાબિત થયું હતું.
આ ઉપરાંત, પ્રસિદ્ધ ભવિષ્યવક્તાઓ નાસ્ત્રેદમસ અને બાબા વેંગાએ પણ 2025માં મોટાં પ્રાકૃતિક આપત્તિની ભવિષ્યવાણી કરી છે. નાસ્ત્રેદમસ પ્રમાણે, આ વર્ષે એક વિશાળ ખગોળીય પદાર્થ પૃથ્વી સાથે અથડાઈ શકે છે, જ્યારે બાબા વેંગાના અનુસાર, અમેરિકા ના પશ્ચિમી કિનારે 2025માં એક વિશાળ ભૂકંપ આવી શકે છે. આ ભવિષ્યવાણીઓએ દુનિયાભરમાં ચિંતાનો માહોલ મચાવી દીધો છે.