શ્રાદ્ધનો મતલબ શ્રદ્ધા પૂર્વક પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા છે. સનાતન માન્યતાઓ અનુસાર પરિવારના લોકો જે પોતાનો દેહ ત્યાગ કરીને જતા રહ્યા છે, તેમની આત્માની તૃપ્તિ અનુસાર સાચ્ચી શ્રદ્ધાની સાથે જે તર્પણ કરવામાં આવે છે તેને શ્રાદ્ધા કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે મૃત્યુના દેવતા યમરાજ શ્રાદ્ધપક્ષમાં જીવને મુક્ત કરે છે જેથી તે પરિવારજનોના ત્યાં જઈને તર્પણ ગ્રહણ કરી શકે.
કોને કહેવામાં આવે છે પિતૃઓ?
જે કોઈના પરિવારના લોકો જે વિવાહિત હોય કે અવિવાહિત હોય, બાળક હોય કે વૃદ્ધ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય તેમની મૃત્યુ થઈ ચુકી છે તેમને પિતૃ કહેવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. પિતૃઓના પ્રસન્ન થવા પર ઘરમાં શુખ શાંતિ આવે છે.
શ્રાદ્ધની તિથિ યાદ ન હોય તો શું કરવું?
પિતૃપક્ષમાં પૂર્વજોને સ્મરણ અને તેમની પૂજા કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે. જે તિથિ પર આપણા પરિવારના સદસ્યનું મૃત્યુ થયું હોય તે શ્રાદ્ધની તિથિ કહેવામાં આવે છે. ઘણા લોકોને પોતાના પરિવારજનોના મૃત્યુની તિથિ યાદ નથી રહેતી આવી પરિસ્થિતિમાં શાસ્ત્રોના અનુસાર આશ્વિન અમાસને તર્પણ કરવામાં આવી શકે છે. આ માટે અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે.
શ્રાદ્ધ સાથે જોડાપેલી પૌરાણિક માન્યતા
માન્યતા છે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં દાનવીર કર્ણનું નિધન થયું હતું અને આત્મા સ્વર્ગ પહોંચી ગઈ તો તેમને નિયમિત ભોજનની જગ્યા પર ભોજનમાં સોનાનું અને ઘરેણા આપવામાં આવ્યા. આ વાતથી નિરાશ થઈને કર્ણએ ઈન્દ્ર દેવને તેનું કારણ પુછ્યું. ત્યારે ઈન્દ્રએ કર્ણને જણાવ્યું કે તમે પોતાનું આ જીવન સોનાના આભૂષણો જ દાન કર્યા છે પરંતુ ક્યારેય પણ પોતાના પૂર્વજોને ભોજનનું દાન નથી કર્યું. ત્યારે કર્ણએ ઉત્તર આપ્યો કે તે પોતાના પૂર્વજો અંગે ન હતા જાણતા અને આ સાંભળ્યા બાદ ભગવાન ઈન્દ્રએ તેમને 15 દિવસ માટે પૃથ્વી પર પરત જવાની પરવાનગી આપી જેથી તે પોતાના પરિવારને ભોજન દાન કરી શકે. આ 15 દિવસના સમયગાળાને પિતૃ પક્ષના રૂપમાં ઓળખવામાં આવે છે.