Pakistan માં ઈમરાન ખાન માટે મુશ્કેલ સ્થિતિ, PTI નેતાઓની સંસદ ભવન બહારથી ધરપકડ
Pakistan પૂર્વ વડાપ્રધાન ઈમરાનની મુસીબતોનો અંત આવતો જણાતો નથી. ઈસ્લામાબાદ પોલીસે નેશનલ એસેમ્બલી સત્ર બાદ સંસદ ભવન બહાર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરી છે.
Pakistan ના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના ટોચના નેતાઓની પોલીસે સોમવારે નેશનલ એસેમ્બલીના સત્ર બાદ સંસદ ભવન બહારથી ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. ‘ડોન’ અખબારે પોલીસ પ્રવક્તા જાવેદ તકીને ટાંકીને કહ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના નેતાઓ બેરિસ્ટર ગૌહર અલી ખાન, શેર અફઝલ ખાન મારવત અને એડવોકેટ શોએબ શાહીનની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે.
‘લોકશાહી પર સીધો હુમલો’
શેર અફઝલ ખાન મારવતની ધરપકડ અંગે, પીટીઆઈ પાર્ટીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “પીએમએલએન સરકારને નેશનલ એસેમ્બલીના વર્તમાન સભ્ય વિરુદ્ધ આવા પગલાથી સંપૂર્ણપણે શરમ આવવી જોઈએ. આ લોકશાહી પર સીધો હુમલો છે.
A slap to the face of an already decimated democracy in Pakistan.
The military backed, authoritarian, illegitimate regime is now illegally arresting & abducting PTI’s elected members of Parliament, from the premises of the Parliament itself.
Interim Chairman PTI, Barrister… pic.twitter.com/43VD3Oal8U
— PTI (@PTIofficial) September 9, 2024
‘સરકાર ડરી ગઈ છે’
“સરકારે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ઈમરાન ખાન અને તેના સાથીદારોથી કેટલી ડરેલી છે,” મારવતે X પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. વિપક્ષી નેતા ઓમર અયુબ ખાને ધરપકડની નિંદા કરી અને આરોપ લગાવ્યો કે ઈસ્લામાબાદ પોલીસે તેમની ધરપકડ કરવા માટે ટીમો બનાવી છે, પીટીઆઈ નેતા ઝરતાજ ગુલ વઝીર અને “અન્ય સાથીદારો”.
પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણનો આરોપ
સૂત્રોએ કે મારવતને નવા કાયદા – પીસફુલ એસેમ્બલી એન્ડ પબ્લિક ઓર્ડર બિલ, 2024 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પીટીઆઈ સાંસદ પર એક દિવસ પહેલા પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણનો આરોપ છે. અન્ય પોસ્ટમાં, પીટીઆઈ પાર્ટીએ પાર્ટી અધ્યક્ષ બેરિસ્ટર ગૌહરની ધરપકડની નિંદા કરી, તેને “ગેરકાયદેસર” ગણાવી.
હજુ ઘણા નેતાઓની ધરપકડ થઈ શકે છે.
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન, 71, ઘણા કાનૂની કેસોનો સામનો કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારના કેસમાં સજા ફટકાર્યા પછી લગભગ એક વર્ષથી જેલમાં છે. સૂત્રોએ જણાવ્યું કે ઓમર અને જરતાજની સાથે હમ્માદ અઝહર, કંવલ શૌઝબ, નઈમ હૈદર પંજુથા, અમીર મુગલ અને ખાલિદ ખુર્શીદ સહિતના અન્ય પીટીઆઈ નેતાઓની પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.