Pakistan On Pahalgam Attack: પાકિસ્તાનનો પર્દાફાશ: આતંકીઓને ‘સ્વતંત્રતા સેનાની’ કહેનાર મંત્રી સામે રોષ, ભારતે લીધા કડક પગલાં
Pakistan On Pahalgam Attack 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા બાદ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે. ભારતની જનતા ગુસ્સામાં છે અને સરકાર સતત કડક પ્રતિસાદ આપી રહી છે. પરંતુ આ મોજું ત્રાસદાયક બની ગયું જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન ઇશાક દારએ હુમલાખોરોને “સ્વતંત્રતા સેનાની” તરીકે સંબોધ્યા.
એક તરફ પાકિસ્તાન સરકારે આ હુમલાની ઔપચારિક નિંદા કરી હતી, તો બીજી તરફ તેના વરિષ્ઠ નેતાએ આપત્તિજનક નિવેદન આપીને આતંકવાદના સમર્થનમાં પોતાનું સત્ય દર્શાવ્યું. ઇશાક દારના નિવેદનથી પાકિસ્તાનની નીતિ ખુલ્લી પડી ગઈ છે. વિશ્વ સમક્ષ આતંકવાદ સામે લડાઈનું ઢોંગ કરતું પાકિસ્તાન આંતરિક રીતે આતંકીઓને નાયકો તરીકે દર્શાવે છે.
ભારત સરકારે તેના જવાબમાં કડક પગલાં લીધા છે. 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણાયક પગલાં લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, પાકિસ્તાની નાગરિકોને અપાયેલા તમામ વિઝા રદ કરવામાં આવ્યા છે અને અટારી સરહદ તાત્કાલિક બંધ કરવાનું પણ જાહેર કરાયું છે. પાકિસ્તાન તરફથી આ પગલાંઓને લઈને ઉગ્ર પ્રતિક્રિયા મળી રહી છે.
પાકિસ્તાની નાણાંમંત્રી દારએ કહ્યું કે, “24 કરોડ લોકો માટે પાણીની જરૂરિયાત છે. ભારત આ રીતે પાણી રોકી શકે નહીં. આને સીધું યુદ્ધ ગણવામાં આવશે.” હકીકતમાં, આ હુમલાની જવાબદારી TRF (The Resistance Front) નામના આતંકી સંગઠને લીધી છે, જે લશ્કર-એ-તૈયબાનો મોરચો માનવામાં આવે છે અને જેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો આશરો મળતો હોવાનો આરોપ છે.
ભારતના આક્રમક વલણને લઇને હવે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ધમકીભર્યું નિવેદન આપ્યું છે કે, “જો ભારત પાકિસ્તાનના નાગરિકોને નુકસાન કરશે, તો ભારતીય નાગરિકો પણ સુરક્ષિત નહીં રહે.”