Manmohan Singh Death: મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનની પ્રતિક્રિયા, ફવાદ ચૌધરીએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પાકિસ્તાનના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ફવાદ ચૌધરીએ ટ્વિટર (હવે X) પર લખ્યું, “ડૉ. મનમોહન સિંઘના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. ભારત આજે જે આર્થિક સ્થિરતા અનુભવી રહ્યું છે તે તેમની દૂરંદેશી નીતિઓનું પરિણામ છે.”
It is truly saddening to hear about the passing of Dr. Manmohan Singh. The economic stability India enjoys today is largely due to his visionary policies. Born in Gah village of Jhelum, which now falls in Chakwal, Punjab (Pakistan), Dr. Singh, a son of Jhelum, remains an enduring… https://t.co/QOn6E7u8LM
— Ch Fawad Hussain (@fawadchaudhry) December 26, 2024
Manmohan Singh Death મનમોહન સિંહનો ઉલ્લેખ કરતા ચૌધરીએ કહ્યું કે તેમનો જન્મ જેલમ જિલ્લાના ગાહ ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલમાં સ્થિત છે. તેમણે મનમોહન સિંહને પ્રદેશના લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યા અને કહ્યું કે તેમની નીતિઓ ભારતને આર્થિક સમૃદ્ધિ તરફ દોરી ગઈ.
Watch: On the demise of former PM Manmohan Singh, Fawad Choudhary, Former Pakistan Minister, says, "A while ago, I received the news of the passing of India's former Prime Minister, Manmohan Singh ji. Manmohan Singh ji was born in a village in our Jhelum district, in a town… pic.twitter.com/jkSVYHV9rq
— IANS (@ians_india) December 26, 2024
આ સિવાય ફવાદ ચૌધરીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, “મને હમણાં જ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ જીના નિધનના સમાચાર મળ્યા છે. તેમનો જન્મ પાકિસ્તાનના જેલમ જિલ્લાના કાલા શહેરમાં થયો હતો, જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. વિભાજન પછી ભારતની આર્થિક સમૃદ્ધિ મોટાભાગે મનમોહન સિંહના વિઝનનું પરિણામ છે.
ફવાદ ચૌધરીએ મનમોહન સિંહના વારસાને યાદ કર્યા અને તેમની દૂરંદેશી અને યોગદાનની પ્રશંસા કરી.