Nuclear Plan: ઇઝરાયેલની ‘પરમાણુ યોજના’થી ઈરાનમાં ચિંતાનો માહોલ, તણાવ વધ્યો
Nuclear Plan: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલનો નવો પરમાણુ કાર્યક્રમ ઈરાન માટે ચિંતાનું કારણ બની ગયો છે. તાજેતરની ઘટનાઓએ બંને દેશો વચ્ચેની તિરાડ વધુ ઊંડી બનાવી છે.
તણાવનું પૃષ્ઠભૂમિ
1 ઓક્ટોબરે ઈરાને ઇઝરાયેલના સૈન્ય મથકો પર મિસાઈલ હુમલો કર્યો હતો. તેના જવાબમાં, 26 ઓક્ટોબરે ઇઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન અને નજીકના સૈન્ય મથકો પર મિસાઈલ હુમલો કર્યો, જેમાં ઈરાનના બે સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલા અને પ્રતિક્રિયાએ તણાવને વધાર્યો છે.
જોકે, કેટલાંક સમય માટે પરિસ્થિતિ શાંત થતી દેખાતી હતી, પણ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન, ઇઝરાયેલે ઈરાન સામે મોટી પરમાણુ રણનીતિ તૈયાર કરી છે, જેનાથી ઈરાનમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
ઇઝરાયેલની પરમાણુ યોજના શું છે?
ઇઝરાયલે સીરિયામાં બદલાતા પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ઈરાન સામે પોતાની રણનીતિને તેજ બનાવી છે. સીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બશર અલ-અસદ, જેના ઈરાન સાથે સારા સંબંધો હતા, સત્તા પરથી તેમની હકાલપટ્ટી પછી, ઇઝરાયલે સીરિયામાં લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
સીરિયામાં વધતા હુમલા
– ઇઝરાયેલ સતત સીરિયામાં ઈરાનના સૈન્ય મથકો પર હુમલો કરી રહ્યું છે.
– રશિયા, જે લાંબા સમયથી અસદને સમર્થન આપતું હતું, તેનો એર ડિફેન્સ સિસ્ટમ લગભગ 86% નાશ પામ્યો છે.
– હવે ઇઝરાયેલની નજર સીરિયામાં ઈરાનના પરમાણુ મથકોને તબાહ કરવાની છે.
ઈરાનને અલગ પડાવવાની રણનીતિ
ઇઝરાયેલ માને છે કે સીરિયામાં અસદ સરકારના પતન અને લેબનાનમાં હિઝબુલ્લાહની નબળી સ્થિતિને કારણે ઈરાન પહેલેથી જ આ વિસ્તારમાં એકલવાયું થઈ ગયું છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ઇઝરાયેલ ઈરાનના પરમાણુ મથકો પર મોટો હુમલો કરી તેને નબળું બનાવવા ઈચ્છે છે.
મિડલ ઇસ્ટમાં વધતો તણાવ
ઇઝરાયેલની આ યોજના માત્ર ઈરાન માટે નહીં પરંતુ આખા મિડલ ઇસ્ટ માટે અસ્થિરતાનું જોખમ ઊભું કરી રહી છે. સીરિયામાં વધતી સૈન્ય ક્રિયા અને રશિયાની ઘટતી પકડે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.