કરાચીઃ પાકિસ્તાનના શહેર કરાચીમાં સ્થિત ડિફેન્સ હાઉસિંગ સોસાયટીમાં એક સિરિયલના શૂટિંગ દરમિયાન એક સુરક્ષા કર્મીને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યું હતું કે સુરક્ષા કર્મીની ઓલળ ગુલ ચાઈના રૂપમાં થઈ હતી. તેની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સિરિયલના નિર્માતાની સાથે વિવાદ થતાં ચાઈએ અંધાધુંધ ગોળીઓ ચલાવવાનું શરું કર્યું હતું. આ ઘટનામાં પીડિત મામૂલી રૂપથી ઘાયલ થયો હતો.
પોલીસના એક નિવેદમાં કહેવાયું છે કે સુરક્ષા કર્મીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી રાઈફલ મળી છે. હજી ઘાયલોને જિન્ના પ્રોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘાયલોની ઉંમર 22થી 40 વર્ષ વચ્ચે છે. ક્લિફ્ટન પોલીસ સ્ટેશનના અધિકારી પીર શબ્બીર હૈદરે જણાવ્યું કે શરુઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે શૂટિંગના સેટ ઉપર ભોજન વિતરને લઈને વિવાદ શરુ થયો હતો.
પરંતુ વિસ્તૃત જાણકારી હજી સુધી ઉપલબ્ધ થઈ નથી. પાકિસ્તાનમાં સિરિયલના શૂટિંગ દરમિયાન નિર્માતા અકસર સંભ્રાંત વિસ્તારમાં બંગલા ભાડા ઉપર લે છે.