Earthquake: જાન્યુઆરીમાં જ સૌથી વધારે ભૂકંપ કેમ આવી રહ્યાં છે
Earthquake કચ્છ,સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને હચમચાવી નાંખનાર કચ્છના મહાભયાનક ભૂકંપને હજુ ત્રણ દિવસ પહેલા જ ૨૪ વર્ષ પૂરા થયા છે. ભૂકંપ અને જાન્યુઆરી વચ્ચે શું સંબંધ છે? જાન્યુઆરીમાં આવેલા ભૂકંપને કારણે થયેલી તબાહીને જોતા સવાલ એ થાય છે કે શું ખરેખર ભૂકંપને જાન્યુઆરી સાથે કોઈ સંબંધ છે? જવાબ એ છે કે ધરતીકંપો સીધો જાન્યુઆરી સાથે સંબંધિત નથી કારણ કે તે પૃથ્વીની પ્લેટોની હિલચાલ અને તણાવને કારણે થાય છે. જો કે, એવું પણ માનવામાં આવે છે કે જે વિસ્તારોમાં વધુ ઠંડી હોય છે, ત્યાં હિમવર્ષા અને ભારે ઠંડીના કારણે ફોલ્ટ લાઇન પર વધુ તણાવ રહે છે. જ્યારે અહીં બરફ પીગળે છે, ત્યારે સિસ્મિક પ્રવૃત્તિ થઈ શકે છે. આને મોસમી તણાવ ચક્ર પણ કહેવામાં આવે છે.
Earthquake ભચાઉથી ૧૯ કિ.મી. ઉત્તરે પરોઢીયે ૩.૦ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધુ્રજી ઉઠી હતી. જાન્યુઆરીમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં હીલચાલ વધી છે અને ૨.૫થી વધુ તીવ્રતાના ૧૧ ભૂકંપો આ માસમાં નોંધાયા છે.
કચ્છના ભૂકંપને આજે 24 વર્ષ પૂર્ણ. વિનાશથી વિકાસ સુધીની અભૂતપૂર્વ યાત્રા, ઘણું ઘુમાવ્યું અને અજાણે ઘણું મેળવ્યું. 2001-2025:વિશ્વની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થાનું એન્જિન ભુજ બની ગયું છે.
ઈ.૨૦૦૧નો ભૂકંપ ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિ.મી.દક્ષિણે ધરતીમાં ૧૭.૬ કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો, આજનો આંચકો ભચાઉ તાલુકામાં ૧૯ કિ.મી. ઉત્તર,પૂર્વમાં ૧૭.૮ કિ.મી. ઉંડાઈએ અને વાયકા-કાંકરવા ગામ વચ્ચે જડસા ગામ પાસે ઉદ્ભવ્યો છે. આમ, હજુ પણ ફોલ્ટલાઈનમાં આંચકા ઉદભવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જો વારંવાર ભૂકંપો આવતા હોય છે,ચાલુ જાન્યુઆરી માસમાં આ પહેલા રાપર પંથકમાં ૩, ભચાઉ પંથકમાં ૧,દુધઈ પંથકમાં ૧, સૌરાષ્ટ્રના તાલાલા પંથકમાં ૨, ઉના વિસ્તારમાં ૧, ઉત્તર ગુજરાતના વાવથી ૩૦ કિ.મી.અંતરે ૧ ભૂકંપ ઉદભવ્યા હતા. હજુ ગઈકાલે જ ઉત્તર ગુજરાતની પ્રદેશ સરહદ નજીક ધરોઈથી ૬૧ કિ.મી.ઉત્તરે રાજસ્થાનમાં ૨.૭નો આંચકો ગુજરાતના આઈ.એસ.આર.માં નોંધાયો હતો.
સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે સાંજે 4:37 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. તો વર્ષ 2025ના નવા વર્ષના પ્રથમ દિવસથી જ આંચકાનો દોર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે નવા વર્ષના 4 દિવસોમાં 3 આંચકા નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે આજદિન સુધી ચાલુ રહ્યો છે. આજે સાંજે 4:37 કલાકે પૂર્વ કચ્છના દુધઈ પાસે 3.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. શિયાળો શરૂ થતાં હવામાનમાં ફેરફારની સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે.
3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે સાંજે 4:37 કલાકે 3.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના દુધઈથી 28 કિલોમીટર દૂર નોર્થ, નોર્થ – વેસ્ટમાં નોંધાયો છે.
ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો
ઉલ્લેખનીય છે કે કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલી ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. તો ભારત-પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે. ત્યારે આજે સાંજે ફરી આ વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી .
4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય
કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે, તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.
જાન્યુઆરીમાં જ ભૂકંપ કેમ
23 જાન્યુઆરી, 1556: આ તે તારીખ છે, જ્યારે ચીનમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં 8 લાખથી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 8ની નોંધાઈ હતી. જેના કારણે એવો હાહાકાર મચી ગયો કે લોકો લાંબા સમય સુધી બેઠા ના થઈ શક્યા. મકાનો અને ઈમારતો લગભગ સંપૂર્ણ ધ્વસ્ત થઈ જવા પામી હતી. લાખો ઘાયલ થયા હતા. મૃત્યુની સંખ્યા પરથી ભૂકંપની તીવ્રતા અને તેના કારણે થયેલા વિનાશને સમજી શકાય છે. ચીનના આ સૌથી વિનાશક ભૂકંપને જિયાજિંગ ભૂકંપ પણ કહેવામાં આવે છે. આ મિંગ રાજવંશના જિયાજિંગ સમ્રાટના શાસન દરમિયાન થયું હતું, મીડિયા અહેવાલો દાવો કરે છે કે, ભૂકંપને કારણે જમીનમાં પડેલી તિરાડોમાંથી પાણી બહાર આવ્યું હતું.
15 જાન્યુઆરી, 1934ના રોજ, ભારતના નેપાળ અને બિહારમાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી. પરિસ્થિતિ કેવી હશે તે તેની તીવ્રતા પરથી સમજી શકાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે નેપાળમાં 8500 લોકોના મોત થયા હતા, જ્યારે ભારતના બિહારમાં 7,253 લોકોના મોત થયા હતા. સૌથી વધુ નુકસાન પટના, મુઝફ્ફરપુર અને દરભંગામાં થયું હતું.
15 જાન્યુઆરી, 1934ના રોજ, ભારતના નેપાળ અને બિહારમાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી. પરિસ્થિતિ કેવી હશે તે તેની તીવ્રતા પરથી સમજી શકાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે નેપાળમાં 8500 લોકોના મોત થયા હતા, જ્યારે ભારતના બિહારમાં 7,253 લોકોના મોત થયા હતા. સૌથી વધુ નુકસાન પટના, મુઝફ્ફરપુર અને દરભંગામાં થયું હતું.
1995માં જાપાનના કોબેમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં 6,434 લોકોના મોત થયા હતા. હજારો મકાનો અને ઈમારતો નાશ પામી હતી. ભૂકંપને કારણે આટલું જ નુકસાન નહોતુ થયું, આ ભૂકંપના કારણે જાપાનની અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતા સાથેના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું. આવું શા માટે થયું તેનો જવાબ મેળવવા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ઇમારતોની સલામતી અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તપાસના તારણોનાં આધારે જરૂરી પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું હતું.
1995માં જાપાનના કોબેમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં 6,434 લોકોના મોત થયા હતા. હજારો મકાનો અને ઈમારતો નાશ પામી હતી. ભૂકંપને કારણે આટલું જ નુકસાન નહોતુ થયું, આ ભૂકંપના કારણે જાપાનની અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતા સાથેના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું. આવું શા માટે થયું તેનો જવાબ મેળવવા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ઇમારતોની સલામતી અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તપાસના તારણોનાં આધારે જરૂરી પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું હતું.
26 જાન્યુઆરી 2001: વર્ષ 2001માં જ્યારે આખો દેશ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ગુજરાતનું ભુજ ભૂકંપની તબાહીનો સામનો કરી રહ્યું હતું. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના કારણે 12 હજારથી વધુ લોકોના મોત થયા હતા. 4 લાખથી વધુ મકાનો ધરાશાયી થયા હતા. 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા. ભલે તે ભૂકંપ ગુજરાતમાં આવ્યો હોય, પરંતુ તેની તીવ્રતાએ સમગ્ર દેશને ડગમગાવી દીધો હતો.26 જાન્યુઆરી 2001: વર્ષ 2001માં જ્યારે આખો દેશ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ગુજરાતનું ભુજ ભૂકંપની તબાહીનો સામનો કરી રહ્યું હતું. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના કારણે 12 હજારથી વધુ લોકોના મોત થયા હતા. 4 લાખથી વધુ મકાનો ધરાશાયી થયા હતા. 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા. ભલે તે ભૂકંપ ગુજરાતમાં આવ્યો હોય, પરંતુ તેની તીવ્રતાએ સમગ્ર દેશને ડગમગાવી દીધો હતો.
12 જાન્યુઆરી, 2010: કેરેબિયન દેશ હૈતીમાં 12 જાન્યુઆરી, 2010ના રોજ ભૂકંપ આવ્યો હતો. અહીં રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા ધરાવતા ભૂકંપે એટલી તબાહી મચાવી હતી કે લગભગ 2 લાખ લોકોના મોત થયા હતા. 3 લાખ લોકો ઘાયલ થયા અને 1.5 લાખ લોકો બેઘર બન્યા. હૈતીમાં આવેલા ભૂકંપની ગણતરી આ સદીના સૌથી વિનાશક ધરતીકંપોમાં કરવામાં આવી હતી. આ ભૂકંપમાં રાષ્ટ્રપતિ ભવન, નેશનલ એસેમ્બલી બિલ્ડિંગ, પોર્ટ-ઓ-પ્રિન્સ કેથેડ્રલ અને મુખ્ય જેલને નુકસાન થયું હતું. માનવતાવાદી સહાય માટે ઘણા દેશોને અપીલ કરવામાં આવી હતી અને હોપ ફોર હૈતી નામના કાર્યક્રમ દ્વારા $58 મિલિયન એકત્ર કરવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ ભૂકંપ પીડિતોની મદદ માટે થતો હતો.