Malaysian: મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટ MH370 240 મુસાફરો સાથે ‘ગાયબ’ થઈ, 10 વર્ષ બાદ મળી આવ્યું પ્લેન, અહીં મળી આવ્યું.
Malaysian: 10 વર્ષ પહેલા ગાયબ થયેલી મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટ MH370ના રહસ્યમય રીતે લાપતા મામલે એક નવી માહિતી સામે આવી છે. તસ્માનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ આ પ્લેનને શોધી કાઢ્યું છે. તેમના કહેવા પ્રમાણે, પ્લેન દક્ષિણ હિંદ મહાસાગરમાં 6000 મીટર ઊંડા ખાડામાં પડેલું છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્લેનનો કાટમાળ એક ખાઈમાં મળી આવ્યો હતો, જે તે જ જગ્યાએ હોવાનું માનવામાં આવે છે જ્યાં પાઇલટે ટેક ઓફ કર્યા બાદ તરત જ સિમ્યુલેટરની દિશા બદલી અને પ્લેનને ખોટી દિશામાં ફેરવી દીધું. આ પછી પ્લેન રડારથી ગાયબ થઈ ગયું અને હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.
We have Solved the Case of MH370
MH370 conclusively suffered a fire emergency event related to the 487lbs of dangerous lithium ion batteries onboard. This scenario is supported by two videos, 19 witnesses, the flightpath, technical data, and a mayday call.
The plane went dark… pic.twitter.com/hmrC9AFx0t
— Ashton Forbes (@JustXAshton) May 8, 2024
8 માર્ચ, 2014ની રાત્રે, મલેશિયન એરલાઇન્સની ફ્લાઇટ MH370 એ 240 મુસાફરો સાથે કુઆલાલંપુરથી બેઇજિંગ માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટેકઓફની 40 મિનિટ પછી વિયેતનામના એરસ્પેસ અને ઓસ્ટ્રેલિયા નજીક દક્ષિણ હિંદ મહાસાગરમાં ગાયબ થઈ ગઈ હતી. ત્રણ દેશોની બચાવ ટુકડીઓએ 120,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ પ્લેનનો કોઈ પત્તો મળ્યો નહોતો.
મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે ફ્લાઇટ વિયેતનામથી ઉપર હતી, ત્યારે ફ્લાઇટના કેપ્ટન ઝહરી અહમદ શાહે ATCને સંદેશ મોકલ્યો – ‘ગુડ નાઇટ, મલેશિયન 370’ અને આ પછી પાઇલટે ટ્રાન્સપોન્ડરને સ્વિચ ઓફ કરી દીધું. ટ્રાન્સપોન્ડર બંધ થયા બાદ કોઈ ફ્લાઈટ ટ્રેક કરી શકાઈ ન હતી, જેથી ફ્લાઈટ ગુમ થઈ ગઈ હતી.
Scientist reveals new theory on what happened to Malaysia Airlines Flight MH370 , via @nzherald #MH370 #aviation #mystery #newtheoryhttps://t.co/sKw4dfdjAD
— Jared A. Schneider (@jschneiderlaw) August 29, 2024
આ પછી પ્લેન ઉત્તરી મલેશિયા અને પેનાંગ ટાપુ થઈને આંદામાન સમુદ્ર તરફ ગયું અને પછી ગુમ થઈ ગયું. 7 વર્ષની શોધખોળ બાદ 2017માં સર્ચ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તસ્માનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક નવા દાવા સાથે આ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.