Italy: ઈટાલીમાં ખાલિસ્તાનીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી છે. આ ઘટના G7 બેઠક માટે વડાપ્રધાન મોદીના ઈટાલી પ્રવાસના થોડા દિવસ પહેલા બની હતી. મહાત્મા ગાંધીની આ પ્રતિમાના શિલાન્યાસ પર ખાલિસ્તાનીઓએ હરદીપ સિંહ નિજ્જરના સમર્થનમાં સૂત્રો પણ લખ્યા છે. જોકે, ઈટાલીના અધિકારીઓનું કહેવું છે કે તેઓએ રેકોર્ડ સમયમાં પ્રતિમાની સફાઈ કરી છે. 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીમાં G7 સમિટ યોજાશે. આ પહેલા ઈટાલીમાં ખાલિસ્તાની સમર્થકોએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. આ ઘટનાની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Breaking: India has raised the matter of Mahatma Gandhi's status being vandalised in Italy. The statue has been rectified. Foreign secretary @AmbVMKwatra @WIONews pic.twitter.com/SXL6ee7VkD
— Sidhant Sibal (@sidhant) June 12, 2024
વિદેશ મંત્રાલયે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. વિદેશ સચિવે કહ્યું કે ભારતે ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો છે, પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાનને લઈને ઈટાલીના અધિકારીઓ સાથે વાત કરી છે. ઘટનાને અંજામ આપનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.