Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું, કેનેડાના પીએમએ નવી દિશા માટે નિર્ણય લીધો
Justin Trudeau: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે લિબરલ પાર્ટીના નેતાનું પદ પણ છોડી દીધું. ટ્રુડોએ પોતાના સંબોધનમાં કહ્યું કે તેઓ દેશ અને પાર્ટી માટે હંમેશા ઉપલબ્ધ રહેશે, પરંતુ હવે પાર્ટીને નવી દિશા અને નેતૃત્વ મેળવવાનો સમય આવી ગયો છે.
પાર્ટીમાં આંતરિક વિવાદ અને રાજીનામાનું નિર્ણય
ટ્રુડોએ કહ્યું કે, તેમણે પત્ની અને બાળકો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેમણે સ્વીકાર્યું કે પાર્ટીના આંતરિક વિવાદોએ તેની કામગીરીને અસર કરી છે અને દેશને નવી ઊર્જાની જરૂર છે.
સંસદ સ્થગિત કરવા વિનંતી
તેમણે ગવર્નર જનરલને નવા નેતાની પસંદગી અને તેના પછીના નિર્ણયો માટે સમય આપવા માટે સંસદને 24 માર્ચ સુધી સ્થગિત કરવા વિનંતી કરી.
પોલિએવરે પર ટિપ્પણી
ટ્રુડોએ તેમના સંભવિત અનુગામી, કન્ઝર્વેટીવ નેતા પિયર પોઈલીવરે પર ટિપ્પણી કરતા કહ્યું કે તેમના મંતવ્યો, ખાસ કરીને આબોહવા પરિવર્તન અને આર્થિક મુદ્દાઓ પર, દેશ માટે નુકસાનકારક હોઈ શકે છે.
કેનેડાના રાજકારણમાં પરિવર્તનની આશા
ટ્રુડોએ 11 વર્ષ સુધી લિબરલ પાર્ટીનું નેતૃત્વ કર્યું અને નવ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી. તેમના નિર્ણયથી કેનેડાની રાજનીતિમાં મોટા ફેરફારો થવાની અપેક્ષા છે.