Justin Trudeau: ભારત સાથે વિવાદ પછી જસ્ટિન ટ્રૂડોની સત્તા પર સંકટ, રાજીનામાની સંભાવના વધી
Justin Trudeau: જસ્ટિન ટ્રૂડો, કેનેડાના વડાપ્રધાન, રાજીનામું આપવા તૈયાર છે, અને આ જાહેરાત આ સપ્તાહમાં થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, લિબરલ પાર્ટીમાં વધતી આંતરિક કલહને કારણે ટ્રૂડોએ આ નિર્ણય લીધો છે. પાર્ટીના અંદરની વિગતો ધરાવતા સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રૂડો સોમવારે જ તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે.
Justin Trudeau: લિબરલ પાર્ટીની રાષ્ટ્રીય સંસદીય પાર્ટીની બેઠક બુધવારે યોજાવાની છે, અને એવું માનવામાં આવે છે કે ટ્રુડો તે પહેલાં રાજીનામું આપશે. જો કે, તે સ્પષ્ટ નથી કે પાર્ટીને નવા નેતા ન મળે ત્યાં સુધી ટ્રુડો વચગાળાના વડા પ્રધાન રહેશે કે નહીં.
ટ્રૂડોનું સત્તા સુધીનું સફર ટ્રૂડોએ 2015માં ભવ્ય વિજય સાથે સત્તા સંભાળી હતી. 2019 અને 2021ના ચૂંટણીમાં પણ તેમણે તેમની પાર્ટી લિબરલ્સને વિજય અપાવ્યો હતો. પરંતુ તાજેતરના જનમત સર્વેક્ષણમાં તેઓ મુખ્ય વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોલિવર કરતા 20 પોઈન્ટથી પાછળ ચાલી રહ્યા છે. આ ઘટાડાને કારણે લિબરલ પાર્ટીના સભ્યો ચિંતિત છે, અને પાર્ટીના અનેક સાંસદ હવે ખુલ્લેઆમ તેમના વિરોધમાં આવી ગયા છે.
રાજીનામાનું કારણ લિબરલ પાર્ટીના સભ્યો માને છે કે ટ્રૂડોના નેતૃત્વ હેઠળ આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે. પાર્ટીમાં તેમના વિરોધમાં વધતા ધ્રુવીકરણ અને સિંગેન્ચર કેમ્પેઇન જેવી પ્રવૃત્તિઓના કારણે ટ્રૂડોને રાજીનામું આપવા દબાણ વધી રહ્યું છે. આ બધી સ્થિતિ વચ્ચે ટ્રૂડોની વડાપ્રધાન પદની ખુરશી સંપૂર્ણપણે જોખમમાં છે.