Table of Contents
ToggleJustin Trudeau: જસ્ટિન ટ્રૂડોની વિદાય,શું ભારત-કેનેડા સંબંધો સુધરશે?
Justin Trudeau: પાછલા દોઢ વર્ષથી ભારત વિરુદ્ધ મોરચો ખોલનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રૂડોએ એવી નીતિઓ અપનાવી કે જેના કારણે તેમની લિબરલ પાર્ટીમાં પણ તેમની વિરુદ્ધ વલણ ઊભું થયું. ભારત સાથે વિવાદ અને આગામી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ વચ્ચે ટ્રૂડોને પદ છોડવું પડ્યું. હવે સૌથી મોટો પ્રશ્ન છે કે શું ટ્રૂડોના રાજીનામા બાદ ભારત અને કનાડા વચ્ચેના સંબંધોમાં સુધારો થશે?
ખાલિસ્તાન મુદ્દે ટ્રૂડોની નીતિઓનો પ્રભાવ
જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનના સમર્થનના નામે તેમના દેશમાં લઘુમતીઓ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વિરોધાભાસી નીતિએ મોટાભાગના કેનેડિયન નાગરિકોને અસંતુષ્ટ કર્યા. કેનેડાના નાગરિકો નથી ઈચ્છતા કે તેમના દેશના ભારત સાથેના સંબંધો બગડે અથવા તેમના દેશમાં ઉગ્રવાદીઓને સમર્થન વધે.
ચૂંટણીઓ અને લિબરલ પાર્ટીની ચિંતા
આ વર્ષે કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. લિબરલ પાર્ટી આ વખતે મોટાભાગના કનેડિયન નાગરિકોની નારાજગી ન સહન કરી શકે અને ભારત તેમજ અમેરિકાસાથેના સંબંધો સુધારવા માગશે. સાથે જ ખાલિસ્તાની ચરમપંથીઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરશે.
આર્થિક દ્રષ્ટિએ ભારત સાથેના સંબંધોની મહત્વતા
કેનેડાની અર્થવ્યવસ્થા કોરોનાકાળ બાદથી ખરાબ સ્થિતિમાં છે. યુવાનો માટે નોકરીઓનો અભાવ છે. ટ્રમ્પ સરકારના ટૅરિફ ધમકીઓ વચ્ચે, કેનેડા ભારત સાથેના સંબંધોને સુધારવામાં રૂચિ રાખશે જેથી તેમની માલસામાન ભારતીય બજારોમાં વેચી શકાય.
ભવિષ્યમાં શું તબક્કો આવશે?
જસ્ટિન ટ્રૂડોના રાજીનામા પછી, નવો વડાપ્રધાન ખાલિસ્તાની ચરમપંથીઓને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરશે. આથી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે.