Israel:હારી ગયું ઇઝરાયેલ! ગાઝા પર બોમ્બમારો કરવાને બદલે કરી રહ્યું છે ‘આર્થિક મદદ’ની ઓફર.
Israel:વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું છે કે જે કોઈ ગાઝામાંથી બંધકોને છોડાવશે તેને તેઓ 5 મિલિયન ડોલર અને ઈઝરાયેલમાં એક ઘર આપશે. ગાઝામાં હજુ પણ લગભગ 97 બંધકો છે, જેમને મુક્ત કરવા માટે ઇઝરાયેલ સરકાર હવે લશ્કરી કાર્યવાહી સિવાય અન્ય માર્ગો શોધી રહી છે.
ગાઝા પર એક વર્ષથી વધુ સમય સુધી બોમ્બમારો કર્યા બાદ ઈઝરાયેલના વડાપ્રધાને બંધકોને પરત લાવવા માટે નવી ઓફર કરી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે જે કોઈ ગાઝામાં બંધકોને મુક્ત કરશે તેને ઈઝરાયેલ દ્વારા 5 મિલિયન ડોલરનું ઈનામ આપવામાં આવશે.
તેમની ઓફિસના જણાવ્યા અનુસાર, આ વીડિયો પેલેસ્ટિનિયન પ્રદેશની અંદર ફિલ્માવવામાં આવ્યો હતો. આ વિડિયોમાં નેતન્યાહુએ કહ્યું હતું કે, “જે બંધકને મુક્ત કરશે તે અમારી સાથે પોતાના અને તેના પરિવાર માટે ગાઝામાંથી બહાર નીકળવાનો સુરક્ષિત રસ્તો શોધી શકશે.” એટલે કે, તેણે ઇઝરાયેલમાં આશ્રય અને ગાઝામાં બંધકોના સરનામાં પ્રદાન કરનારાઓને 5 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે.
החמאס לא ישלוט בעזה. מי שיעז לפגוע בחטופינו – דמו בראשו. אנחנו נרדוף אתכם, ואנחנו נשיג אתכם. pic.twitter.com/6Coj7l410O
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) November 19, 2024
નેતન્યાહુ હેલ્મેટ અને બુલેટપ્રૂફ જેકેટમાં
વીડિયોમાં નેતન્યાહૂએ હેલ્મેટ અને બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું છે. તેમણે સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝ સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ યુદ્ધનો હેતુ ગાઝામાંથી હમાસને ખતમ કરવાનો છે અને ભવિષ્યમાં તેને ત્યાં શાસન ન કરવા દેવાનો છે. “કોઈપણ જે અમારા બંધકોને નુકસાન પહોંચાડવાની હિંમત કરે છે તે મૃત માનવામાં આવે છે – અમે તમારો પીછો કરીશું અને અમે તમને પકડીશું,” તેમણે કહ્યું.
નેતન્યાહુએ વધુમાં કહ્યું કે અમે બંધકોને શોધીને તેમને ઘરે પરત લાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છીએ. અમે હાર માનીશું નહીં, જ્યાં સુધી અમે તેમને મૃત કે જીવિત શોધીશું નહીં ત્યાં સુધી અમે કામ ચાલુ રાખીશું.
હમાસની શરતો સ્વીકારવાનું દબાણ
સોમવારે યોજાયેલી બેઠકમાં સુરક્ષા અધિકારીઓએ નેતન્યાહૂને કહ્યું કે બંધકોની મુક્તિ માત્ર રાજદ્વારી માધ્યમથી જ થઈ શકે છે. અધિકારીઓએ કહ્યું હતું કે બંધકોને બહાર કાઢવાનો એકમાત્ર રસ્તો હમાસની શરતોને સ્વીકારવાનો છે. ઇઝરાયેલમાં નેતન્યાહુ વિરુદ્ધ વિરોધ વધી રહ્યો છે, બંધકોના પરિવારો ગાઝામાં યુદ્ધવિરામ માટે સરકારને અપીલ કરી રહ્યા છે.
ગાઝામાં હવે કેટલા બંધકો છે?
હમાસના લડવૈયાઓએ 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા હુમલા દરમિયાન 251 લોકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી 97 હજુ પણ ગાઝામાં રાખવામાં આવ્યા છે, જેમાંથી 34ના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અગાઉના કરારો અને કામગીરીમાં લગભગ 132 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે.