Israel:ઈરાને થોડા દિવસ પહેલા જ ઈઝરાયેલ પર મિસાઈલ છોડી હતી. હવે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ ઈરાનને ધમકી આપી છે.
Israel અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા ઈરાને ઈઝરાયેલ પર 180 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. ઈરાનનું નિશાન ઈઝરાયેલના સૈન્ય ઠેકાણા હતા અને ઈઝરાયેલે ઈરાનની ઘણી મિસાઈલોનો નાશ કર્યો હતો, પરંતુ ઈઝરાયેલે આ હુમલાને અવગણ્યો ન હતો. વાસ્તવમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ ઈરાન દ્વારા આતંકવાદી સંગઠનો હમાસ અને હિઝબુલ્લાહને સમર્થન છે.
બંને આતંકવાદી સંગઠનો ઈઝરાયેલના દુશ્મન છે અને ઈઝરાયેલ આ બંને સાથે યુદ્ધમાં છે, જેમાં ઈઝરાયેલ તબાહી મચાવી રહ્યું છે. ઈરાને ઈઝરાયેલને જવાબ આપવા માટે હુમલો કર્યો હતો, પરંતુ હવે ઈઝરાયેલ પણ ઈરાનના હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ ઈરાનને ધમકી પણ આપી છે.
יחד עם חיילי המודיעין ביחידה 9900 הצופים על המתרחש בכל רחבי המזרח התיכון באמצעות מודיעין חזותי.
בשיחתי עם החיילים הדגשתי – התקיפה שלנו באיראן תהיה קטלנית, מדויקת ומפתיעה.
מי שמנסה לפגוע במדינת ישראל ישלם מחיר. pic.twitter.com/aj8WXbStWd
— יואב גלנט – Yoav Gallant (@yoavgallant) October 9, 2024
ઈરાનના હુમલાનો ઈઝરાયેલ જડબાતોડ જવાબ આપશે.
ઇઝરાયેલના વિદેશ મંત્રી યોવ ગેલન્ટે બુધવારે ઇઝરાયેલના સૈનિકોને મળ્યા હતા. આ પછી ગેલન્ટે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનને ધમકી આપી હતી અને લખ્યું હતું કે, “ઈરાન પર અમારો જવાબી હુમલો ઘાતક, ચોક્કસ અને આઘાતજનક હશે. “જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ કિંમત ચૂકવવી પડશે.”