Iran-Israel War: ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, ત્રણ દેશોમાં તમામ ફ્લાઈટ રદ
Iran-Israel War ઈઝરાયેલ અને ઈરાનમાં તણાવ ઈઝરાયેલી સેનાએ ઈરાનની રાજધાની તેહરાન પર ડઝનબંધ ફાઈટર પ્લેન વડે હુમલો કર્યો હતો. હવે ઈરાને પણ ઈઝરાયેલના આ હુમલાનો જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે ઈરાન ઈઝરાયેલના કોઈપણ આક્રમણનો જવાબ આપવા માટે તૈયાર છે. ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
Iran-Israel War ઈઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. ઈરાનની રાજધાની તેહરાન અને નજીકના સૈન્ય મથકોમાં જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા છે. 1 ઓક્ટોબરના રોજ ઈરાને લગભગ 200 બેલેસ્ટિક મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલે આ હુમલાનો બદલો લેવાની વાત કરી હતી. ઈરાને છેલ્લા છ મહિનામાં બે વખત ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. બીજી તરફ સીરિયા, ઈરાક અને ઈરાને આગામી સૂચના સુધી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.
હુમલાનો જવાબ આપવાનો અધિકાર: ઈઝરાયેલ
ઇઝરાયેલની સૈન્યએ જણાવ્યું હતું કે ઇઝરાયલ સંરક્ષણ દળો હાલમાં ઇઝરાયલ સામે મહિનાઓથી સતત ઇરાનના હુમલાના જવાબમાં તેહરાનમાં લશ્કરી લક્ષ્યો પર ચોક્કસ હુમલાઓ કરી રહ્યા છે. સૈન્યએ કહ્યું કે ઇઝરાયેલને તેહરાન અને તેના પ્રોક્સીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે.
ડઝનબંધ ફાઇટર પ્લેન દ્વારા હુમલો
ઈઝરાયેલના મીડિયા અનુસાર ઈઝરાયેલે ડઝનબંધ ફાઈટર પ્લેન વડે ઈરાન પર હુમલો કર્યો છે.ઈઝરાયેલના એક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યુક્લિયર પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા નથી.
ઈરાને હુમલાઓને નકારી કાઢ્યા
ઈઝરાયેલે તેહરાનના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમમાં અનેક સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. ઈરાનના રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાન અને તેની આસપાસ જોરથી વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. જો કે, ઈરાની મીડિયાએ હુમલાઓને નકારી કાઢ્યા છે. ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઈરાન પણ ઈઝરાયેલ વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરશે. ઈરાનની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે.
તસ્નીમ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સ્થાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કોઈ નુકસાન થયું ન હતું.
સ્ટેટ ટીવીએ તેહરાનના ઈમામ ખોમેની ઈન્ટરનેશનલ એરપોર્ટના ફૂટેજ જાહેર કર્યા છે. આમાં મુસાફરો તેમની ફ્લાઈટમાંથી ઉતરતા જોવા મળે છે.
સીરિયા પર પણ હુમલો
સીરિયાની સરકારી સમાચાર એજન્સી SANAના અહેવાલ મુજબ શનિવારે સવારે ઈઝરાયેલે સીરિયાના મધ્ય અને દક્ષિણ ભાગમાં કેટલાક સૈન્ય લક્ષ્યાંકો પર
હવાઈ હુમલા કર્યા હતા. જોકે, ઈઝરાયેલે સીરિયા પર હુમલો કર્યાની પુષ્ટિ કરી નથી.
ઓપરેશન પર નેતન્યાહૂની નજર
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટ તેલ અવીવમાં સૈન્યના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઓપરેશન પર નજીકથી નજર રાખી રહ્યા છે. એક અમેરિકી અધિકારીએ રોઈટર્સને જણાવ્યું કે ઈરાન પર હુમલા પહેલા ઈઝરાયેલે અમેરિકાને જાણ કરી હતી. પરંતુ અમેરિકા આ ઓપરેશનમાં સામેલ નથી.
અમે સમજીએ છીએ કે ઈઝરાયેલ સ્વ-બચા