Iran: ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં પ્રચંડ વિસ્ફોટ, 115 લોકો ઘાયલ, રાજાઈ બંદર પર આગ
Iran: શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ આગ લાગી હતી. સરકારી સમાચાર એજન્સીએ આ ઘટનાની જાણ કરી અને કહ્યું કે અત્યાર સુધીમાં 115 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ શહેરના મુખ્ય રાજાઈ બંદર પર થયો હતો, જે ઈરાનના દરિયાઈ વેપાર માટે મહત્વપૂર્ણ છે.
વિસ્ફોટને કારણે ભીષણ આગ લાગી, ત્યારબાદ વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાઈ ગયો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. આસપાસના વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. કેટલાક અહેવાલો અનુસાર, આ ઘટના બંદરના કોઈ પ્લાન્ટમાં બની હશે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
A blast occurs at Shahid Rajaee Port in Bandar Abbas, southern Iran
Check back shortly for more information.https://t.co/N6JwJ31Lnh pic.twitter.com/ElKUo142H8
— IRNA News Agency (@IrnaEnglish) April 26, 2025
રાજાઈ બંદર ઈરાનના મુખ્ય વેપાર અને આયાત-નિકાસ કેન્દ્રોમાંનું એક છે, અને ઈરાનના દરિયાઈ ઉદ્યોગ માટે ખૂબ મહત્વનું છે. વિસ્ફોટ બાદ બંદર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને સંભવિત જોખમોને ઘટાડવા માટે અન્ય પગલાં લેવાનું વિચારી રહ્યા છે.
આ ઘટનાએ પ્રદેશમાં ચિંતા ફેલાવી છે, કારણ કે ઈરાનમાં અગાઉ પણ આવા અકસ્માતો થયા છે. વહીવટીતંત્ર આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યું છે અને અકસ્માતના કારણો શોધવા માટે નિષ્ણાતોની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.