Ibrahim Jabbari: ઈરાન-ઇઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો, જનરલ જબ્બરે આપી હુમલાની ધમકી, મળ્યો જોરદાર જવાબ
Ibrahim Jabbari: ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના વરિષ્ઠ જનરલ ઇબ્રાહિમ જબ્બારી એ ઇઝરાયેલ પર ભીષણ મિસાઇલ હુમલાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે આ હુમલો તેલ અવિવ અને હાઈફાને સંપૂર્ણપણે ખતમ કરી દેશે. આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજી વખત છે જ્યારે ઇરાની લશ્કરી અધિકારીઓએ ઓપરેશન ‘ટ્રૂ પ્રોમિસ 3’ હેઠળ ઇઝરાયેલને નષ્ટ કરવાની ચેતવણી આપી છે. ઇઝરાયેલે પણ આ ધમકીનો કડક જવાબ આપ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વકર્યો છે.
ઇરાની જનરલે શું કહ્યું?
ઇરાની મીડિયા અનુસાર, જનરલ જબ્બારીએ “ગ્રેટ એક્સરસાઇઝ ઑફ પ્રોફેટ મહમ્મદ પાવર” નામના લશ્કરી અભ્યાસ દરમિયાન કહ્યું કે “અમે યોગ્ય સમયે, સંપૂર્ણ ચોકસાઈ સાથે હુમલો કરીશું, જે ઇઝરાયેલને નષ્ટ કરવા માટે પૂરતું સાબિત થશે.”
If the Jewish people have learned anything from history, it is this:
if your enemy says his goal is to annihilate you – believe him.
We are ready. https://t.co/UOrSmhPlg8— Gideon Sa'ar | גדעון סער (@gidonsaar) February 21, 2025
અમેરિકા પર પણ નિશાન સાધ્યું
જનરલ જબ્બારીએ કહ્યું કે અમેરિકા યમનને નુકસાન નહીં પહોંચાડી શકે અને દાવો કર્યો કે લેબનોન, ઇરાક અને પેલેસ્ટાઇનના પ્રતિકાર મોરચાઓ સંપૂર્ણપણે તૈયાર છે.
ઇઝરાયેલનો જવાબ
ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન એ ઇરાની ધમકી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે “જો શત્રુ અમને નષ્ટ કરવાની વાત કરે છે, તો અમે તેને હળવાશથી નહીં લઈએ.” તેમણે સ્પષ્ટ કર્યું કે “અમે ઇરાનના કોઇપણ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ અને જો અમને ઉશ્કેરવામાં આવશે, તો અમે કડક જવાબ આપીશું.”
ઇરાન તેની લશ્કરી શક્તિ વધારી રહ્યું?
- 2024 દરમિયાન ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે અનેકવાર યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી.
- બંને દેશોએ મિસાઇલ હુમલા કર્યા, પણ કોઇ મોટું નુકસાન થયું નહીં.
- ઇરાન લશ્કરી અભ્યાસ અને હથિયારોની ક્ષમતાને વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
હાલની પરિસ્થિતિને જોતા મધ્ય પૂર્વમાં તણાવ અને અસ્થીરતા વધવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે આ માત્ર વાણીયુદ્ધ છે કે ભવિષ્યમાં કોઇ મોટો લશ્કરી સંઘર્ષ જોવા મળશે.