ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા UNSC પરિષદમાં કહ્યું કે, “ભારત તમામ પ્રકારની દુશ્મનાવટનો અંત લાવવાનું આહ્વાન કરી રહ્યું છે.” તેઓએ કહ્યું કે, ભારતે યુક્રેનમાંથી તમામ નિર્દોષ નાગરિકો તેમજ ભારતીય નાગરિકોને બહાર નીકાળવા માટે સલામત અને અવરોધ વિનાના માર્ગની માંગ કરી છે.
In the UN Security Council meeting today on humanitarian situation in #Ukraine️, I made the following statement ⤵️ pic.twitter.com/b9i418kAp5
— PR/Amb T S Tirumurti (@ambtstirumurti) March 7, 2022
UNSC પરિષદમાં તિરુમૂર્તિએ કહ્યું કે, “અમે ખૂબ જ ચિંતિત છીએ કે બંને પક્ષો તરફથી અમારી વિનંતી બાદ પણ સુમીમાં ફસાયેલા અમારા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર બનાવવામાં નથી આવ્યો.” ભારત હજુ સુધી યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પોતાના 20,000થી પણ વધારે નાગરિકોની સુરક્ષિત વાપસી કરાવવામાં સફળ રહી છે. તિરુમૂર્તિએ જણાવ્યું કે, “અમે અન્ય દેશોના લોકોને પણ મદદ કરી હતી કે જેમણે આ મામલે અમારો સંપર્ક સાધ્યો હતો.”
નોધનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક વીડિયો પણ જાહેર કર્યો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે, ‘તેઓ હાલ કીવમાં જ છે. હું કોઈથી ડરતો નથી. હું છુપાયો પણ નથી.’ વધુમાં કહ્યું કે, ‘અમે યુદ્ધ જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યાં છીએ.’ યુક્રેનના રાષ્ટ્રપતિ વતી વીડિયો જાહેર કરીને આ દાવો પણ પાછો એવાં સમયે કરવામાં આવ્યો કે જ્યારે રશિયન મીડિયા દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઝેલેન્સ્કી તેમનો દેશ છોડીને ભાગી ગયા છે. અગાઉ પણ ઝેલેન્સકી વતી આ પ્રકારે દાવો કરવામાં આવ્યો હતો.