Fertility Rate:ભારતમાં ઘટતા જન્મદર પર મોહન ભાગવતની ચેતવણી: આર્થિક અને સામાજિક અસર
Fertility Rate:આરએસએસ પ્રમુખ મોહન ભાગવતએ તાજેતરમાં ભારતમાં ઘટતી વસ્તી અને ઓછા ફર્ટિલિટી રેટ (પ્રજનન દર) અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આ સમસ્યા માત્ર ભારત માટે જ નહીં, પરંતુ અન્ય દેશો માટે પણ ગંભીર છે. ભાગવતે જણાવ્યું કે ઓછા જન્મદરના કારણે સમાજની રચનાને અને ભવિષ્યને ગંભીર અસર થઈ શકે છે.
ભારત અને ઘટતો ફર્ટિલિટી રેટ
– તાજેતરના વર્ષોમાં ભારતમાં ટોટલ ફર્ટિલિટી રેટ (TFR), જે સ્ત્રી દીઠ બાળકોની સરેરાશ સંખ્યાને માપે છે, 2.0 થી નીચે આવી ગયો છે.
– આ દર સ્થિર વસ્તી જાળવવા માટે જરૂરી 2.1 TFR કરતાં ઓછો છે.
– આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં વસ્તી નિયંત્રણ અને વસ્તી સંતુલન પર ચર્ચા ચાલી રહી છે.
અન્ય દેશો જ્યાં પ્રભાવ છે.
1.જાપાન: જાપાનમાં જન્મદર બહુ ઓછો (1.3) છે, જેનાથી ત્યાંની વસ્તી ઝડપથી ઘટી રહી છે. વૃદ્ધ લોકોની સંખ્યામાં વધારો થવાથી આર્થિક અને સામાજિક પડકારો વધી રહ્યા છે.
2. દક્ષિણ કોરિયા: અહીં વિશ્વનો સૌથી ઓછો ફર્ટિલિટી રેટ (0.78) નોંધાયો છે.
3. યુરોપના દેશો: જર્મની, ઇટાલી, અને સ્પેન જેવા દેશોમાં પણ ફર્ટિલિટી રેટ સતત ઘટી રહ્યો છે.
4. ચીન: સિંગલ-ચાઇલ્ડ પૉલિસીથી અસર પામીને ચીનમાં જન્મદર ઘણો ઓછો થઈ ગયો છે, જેના પરિણામે વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો છે.
ચિંતાના કારણો
– આર્થિક અસર: યુવાનોની સંખ્યા ઓછા થવાથી શ્રમિક શક્તિ અસરગ્રસ્ત થાય છે.
– વૃદ્ધોની વધતી સંખ્યા: સામાજિક સુરક્ષા અને આરોગ્ય સેવાઓ પર ભાર વધે છે.
– સાંસ્કૃતિક ફેરફાર: પરિવારમાં પરંપરાગત માળખું નબળું બને છે.
ભાગવતએ સમાજને આ દિશામાં જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો અને જણાવ્યું કે ભારત જેવા દેશોને સંતુલન જાળવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
ઉકેલ
– પ્રજનન દર વધારવા માટે નીતિગત ફેરફાર.
– કુટુંબોને આર્થિક સહાય અને પ્રોત્સાહન.
– સામાજિક જાગૃતિ અભિયાન.