યુરોપઃ યુરોપમાં કોરોનાનો નવો એક વેરિયેન્ટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ડેઈલી મેલીના સમાચાર પ્રમાણે વાયરસ ઉપર રિસર્ચ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ કોરોના વાયરસ નેપાળ વેરિયેન્ટ છે. જે ધીમે ધીમે યુરોપમાં પેલાઈ ચૂક્યો છે. એ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વેરિયેન્ટ ઉપર રસીની કોઈ અસર નથી થતી.
વૈજ્ઞાનિકોએ મંત્રીઓના સમૂહને એવા સમયમાં એલર્ટ કર્યા છે જ્યારે યુપોરમાં રજાઓ મનાવવા માટે પર્યટક સ્થળોને અપગ્રેડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકારના એસએજીઈ વિશેષજ્ઞોની સમિતિના એક સભ્યએ કહ્યું કે અધિકારીઓ વધારે ચિંતિત નહી હોવા જોઈએ.
તેમણે કહ્યું કે હજારો વેરિયેન્ટ છે. આ એક એવો વાયરસ છે જે દરેક સમયે બદાલઈ રહ્યો છે. એરપોર્ટ ઓપરેટર્સ એસોસિએશનના અધ્યક્ષે કહ્યું કે અમે કેટલાક વિરો વિશે ચિંતા કરવી જોઈએ. અમે વેક્સીનેશન કાર્યક્રમની સફળતા જ પર મહત્વ રાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે સરકાર એ દેશોની પોતાના ગ્રીન લિસ્ટને અપડેટ કરી રહી છે અને રજાઓ મનાવવા માટે આવનારા ક્વોરંટાઈન વગર યાત્રા કરી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નેપાળ વેરિએન્ટ અને આખા યુરોપમાં વેક્સીનેશનની ધીમી ગતીથી ચિંતા વચ્ચે આ લીસ્ટ ખુબજ સીમિત થઈ ગઈ છે.