Earthquake: ફિલિપાઈન્સમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, ધરતી ધ્રૂજી ગઈ
Earthquake: ફિલિપાઈન્સમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ગઈ. લુઝોન વિસ્તારમાં આજે સવારે 5.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ફિલિપાઇન્સની સિસ્મોલોજીકલ એજન્સી ફિવોલ્ક્સે જણાવ્યું હતું કે ભૂકંપ ઇલોકોસ પ્રાંતના ઉત્તરીય શહેર બાંગુઇમાં આવ્યો હતો.
જો કે આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આટલી તીવ્રતાના ભૂકંપ પછી વધુ આફ્ટરશોક્સ આવી શકે છે. ભૂકંપના કારણે લુઝોન અને તેની આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ફિલિપિન્સમાં ભૂકંપ કેમ આવે છે?
ફિલિપાઇન્સ પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે, જે ધરતીકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિ માટે જાણીતું છે. આ વિસ્તાર પ્લેટ ટેકટોનિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, જેના કારણે અહીં સામાન્ય રીતે ભૂકંપ આવે છે. ફિલિપાઈન્સમાં ભૂકંપ અવારનવાર આવે છે, પરંતુ કેટલીકવાર તે મોટા નુકસાનનું કારણ બની શકે છે.
A magnitude 5.6 earthquake hit the municipality of Burgos in Ilocos Norte on Monday morning, according to the Philippine Institute of Volcanology and Seismology (PHIVOLCS).
READ: https://t.co/8dQGyz5DrT pic.twitter.com/nEP5Es903k
— GMA Integrated News (@gmanews) December 30, 2024
ભૂકંપની તીવ્રતા અને અસર
રિક્ટર સ્કેલ પર 5.6ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ શ્રેણીમાં આવે છે. આ ભૂકંપમાં તેની ઉંડાઈને કારણે વધારે નુકસાન થયું નથી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને સતર્ક રહેવા અને ઈમરજન્સી સજ્જતા મજબૂત કરવાની સલાહ આપી છે.