દૂર્વા ઘાસને દૂબ પણ કહેવામાં આવે છે. આ ઘાસને ભારતમાં પવિત્ર માનવામાં આવે છે. દૂર્વા ઘાસ સાથે જ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના 4 દિવસ પછી ભારદવા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દૂર્વાષ્ટમી વ્રત કરવામાં આવે છે. આ વ્રત 26 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશને દૂર્વા ચઢાવવાની વિશેષ પરંપરા છે. થોડાં વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે આ તિથિએ ભગવાન ગણેશજી અનલાસુરને ગળી ગયાં હતાં અને તેમના પેટમાં ગરમી વધવાના કારણે તેમને દૂર્વા ખવડાવવામાં આવે છે. એટલે ગણેશજીને દૂર્વા ચઢાવવાની પરંપરા ચાલી રહી છે. દૂર્વાનો ઉપયોગ પૂજા-પાઠ સિવાય આયુર્વેદમાં પણ ખાસ કરવામાં આવે છે. થોડાં વૈજ્ઞાનિકોએ તેના ઉપર રિસર્ચ પણ કર્યું છે જેના પ્રમાણે સિનોડોન ડૈક્ટાઇલીન નામની આ ઘાસમાં એન્ટીઇન્ફ્લેમેટરી, એન્ટીસપ્ટિક અને એન્ટીવાયરલ પ્રોપર્ટી છે. જે અનેક પ્રકારની બીમારીઓમાં કારગર સાબિત થાય છે. વૈદિક કાળથી દૂર્વા હિંદુ રિતિ-રિવાજનો ભાગ રહી છે. ભારતમાં દૂર્વાનું ધાર્મિક અને ઔષધીય બંને પ્રકારનું મહત્ત્વ છે. પોતાના ઔષધીય ગુણોના કારણે આ ઘાસ લગભગ 3,000 વર્ષોથી અસ્તિત્વમાં છે. ભારત સિવાય તેનો ઉપયોગ યૂનાન, રોમ અને આફ્રિકાના થોડાં ભાગમાં પણ કરવામાં આવે છે. આફ્રિકાના દેવતા ભગવાન એશુની પૂજામાં યોરૂબા ધર્મના લોકો પણ દૂર્વાનો ઉપયોગ કરે છે. એટલે તેને યોરૂબા હર્બ પણ કહેવામાં આવે છે. આ સિવાય પ્રાચીન યૂનાન અને રોમન સામ્રાજ્ય દરમિયાન મધ્યકાળમાં તેને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હતું.