લંડન: શારીરિક સંબંધ રાખ્યા વગર ગર્ભવતી હોવાના સમાચારો કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે અને આવું જ કંઈક બ્રિટિશ છોકરી સાથે થયું જ્યારે તેને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તે સેક્સ કર્યા વગર ગર્ભવતી થઈ ગઈ છે. સામન્થા ગિબ્સન નામની મહિલાએ એક ડરામણી સ્ટોરી શેર કરી છે અને કહ્યું છે કે શારીરિક સંબંધ બાંધ્યા ન હોવા છતાં ડોક્ટરોએ તેને ગર્ભવતી જાહેર કરી હતી.
1 વર્ષથી શારીરિક સંબંધ બાંધ્યો નથી
સામન્થા ગિબ્સને પોતાનો અનુભવ ઓનલાઈન શેર કર્યો અને કહ્યું કે જ્યારે હું બ્લડ ટેસ્ટ માટે ડોકટર પાસે ગઇ ત્યારે તેણે કહ્યું કે હું ગર્ભવતી છું, જ્યારે એક વર્ષથી વધુ સમયથી મે કોઈ સાથે સેક્સ નથી કર્યું. તેમણે વીડિયોમાં કહ્યું કે જો કોઈને આ વિશે કોઈ માહિતી હોય તો કૃપા કરીને મને જણાવો.
ગર્ભાવસ્થાની જાણ કેવી રીતે થઈ?
અહેવાલ મુજબ, ટિકટોક પર સામન્થા ગિબ્સનનો વીડિયો 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વિડીયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ટિપ્પણી કરી રહ્યા છે અને તેની પાછળની વાર્તા જાણવા માંગે છે. આ પછી સામન્થાએ બીજો વીડિયો શેર કર્યો અને કહ્યું, ‘મને લાગે છે કે ડોક્ટરોએ ભૂલથી તેના બ્લડ ટેસ્ટ રિપોર્ટને કોઈ બીજા સાથે મિક્સ કરી દીધો હશે.’
પેટમાં દુખાવો થયા પછી ડોકટર પાસે ગઇ
સામંથા ગિબ્સને કહ્યું, ‘થોડા દિવસો પહેલા હું બ્લડ ટેસ્ટ માટે ડોકટર પાસે ગઇ હતી, કારણ કે મને ચક્કર આવી રહ્યા હતા અને મારા પેટમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો. મને અઠવાડિયામાં બે કે ત્રણ વખત પેટમાં છરા ઘુસાડ્યા હોય એવો દુખાવો થતો હતો, પરંતુ ટેસ્ટ બાદ ડોકટરના શબ્દોએ મને હચમચાવી નાખી.
ડોકટરે ફરી તપાસ કરી
સામન્થાએ તેના બીજા વીડિયોમાં કહ્યું, ‘મેં ડોકટરને કહ્યું કે હું ગર્ભવતી થઈ શકતી નથી, કારણ કે મેં ખરેખર એક કે બે વર્ષમાં સેક્સ કર્યું નથી. આ અશકય છે. આ પછી તેણે મને સ્ટ્રીપ ટેસ્ટ કરાવ્યો અને તે નેગેટિવ આવ્યો. આ પછી ડોક્ટરે કહ્યું કે ઠીક છે, આપણે સાવચેતીના ભાગરૂપે બીજો બ્લડ ટેસ્ટ કરીશું.
ડોકટરનો ફોન હજુ આવ્યો નથી
સામંથા ગિબ્સને કહ્યું કે, ‘હું બ્લડ ટેસ્ટ બાદ પણ રિપોર્ટની રાહ જોઉં છું, પરંતુ ઘણા મહિનાઓ પછી પણ ડોકટરનો ફોન આવ્યો નહીં કારણ કે હું ગર્ભવતી નથી. તેમ છતાં મને ડોક્ટર પાસે જવાની જરૂર છે, કારણ કે મને હજુ પણ મારા પેટમાં દુખાવો છે. તેણીએ કહ્યું, ‘મને લાગે છે કે ડોકટરો ભૂલી ગયા હશે કે હું પેટમાં દુખાવા માટે આવી હતી અને તેમને સમજાયું હશે કે હું ગર્ભવતી નથી, તેને છોડી દો.’