લક્ષ્મી પ્રાપ્તિ ની ઈચ્છા હરકોઈ ને હોય છે. લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુ ની કૃપા મેળવવી ખૂબ જ જરૂરી છે. આના વિશે એક પૌરાણિક કથા છે. દેવર્ષિ નારદજીએ એક વખત ધન ની દેવી લક્ષ્મી ને પૂછ્યું કે તમે હંમેશા શ્રીહરિ વિષ્ણુના ચરણ કેમ દબાવો છો? તેની ઉપર લક્ષ્મીજીએ કહ્યું કે ગ્રહોના પ્રભાવથી કોઈ બાકી નથી રહેતું તે ભલે મનુષ્ય હોય કે દેવી-દેવતા. મહિલાની સાથે દેવગુરુ બૃહસ્પતિ વાસ કરે છે અને પુરુષના પગમાં દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. જ્યારે મહિલા પુરુષના પગ દબાવતી હોય છે ત્યારે દેવ અને દાનવ ના મળવાથી ધનલાભનો યોગ બને છે તેથી હું હંમેશા મારા સ્વામીના ચરણ દબાવું છું. લક્ષ્મીજી તેમના જ વશમાં રહે છે જે હંમેશા બધાનું કલ્યાણ કરવાનો ભાવ રાખે છે. વિષ્ણુની પાસે જે લક્ષ્મી છે તે ધન અને સંપતિ છે. ભગવાન શ્રી હરિ તેનો ઉચિત ઉપયોગ જાણે છે તેના લીધે મહાલક્ષ્મી શ્રી વિષ્ણુના પગમાં તેમની દાસી બનીને રહે છે. ગૃહિણી એ ઘરની લક્ષ્મી કહેવાય છે, કહેવાય છે કે જે ઘરમાં પતિવ્રતા નારી હોય છે તે ઘર સ્વર્ગ સમાન ગણવામાં આવે છે. તેમજ તે ઘરમાં લક્ષ્મીજી નો વાસ થાય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વધે છે માટે એક ગૃહિણીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
સ્ત્રી એ શક્તિ છે ત્યારે એક સવાલ ઉભો થાય કે સ્ત્રીએ પોતાના પતિના પગ શા માટે દબાવવા જોઈએ ?
પહેલાના સમયમાં તો પતિની સેવા ચાકરી પોતાની પત્ની દ્વારા ખુબ કરાવવામાં આવતી હતી તે જ સેવા ચાકારીનો એક ભાગ હતો કે પતિના પગ દબાવવા. પરંતુ હવે સમય બદલાય ગયો છે અને સ્ત્રીઓ પતિ સાથે કદમથી કદમ મેળવીને ચાલે છે. એટલે કે બંનેને સમાન દરજ્જો મળેલો છે. માટે પહેલાના સમયમાં જે બધા રીવાજો હતા તે ધીમે ધીમે નાબુદ થતા જાય છે સીરીયલમાં ભગવાન વિષ્ણુંનું પાત્ર બતાવવામાં આવે છે ત્યારે તેમના પત્ની તેમના ચરણો પાસે બેસીને તેમના પગ દબાવતા હોય છે. પત્ની પતિના પગ દબાવે તે કાર્ય ખુબ જ શુભ ફળ આપનારું હોય છે તેનો સૌથી મોટો ફાયદો છે ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે એટલે ઘરમાં ખુબ જ ધનવૃદ્ધિ થાય છે.
હવે તમને એવું પણ થાય કે શા માટે પત્ની પતિના પગ દબાવે તો ઘરમાં ધન વધે તો તેની પાછળ સૌથી મોટું કારણ રહેલું છે ગ્રહ સંબંધિત બાબત. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે, આપણા શરીરમાં નવે નવ ગ્રહ સ્થિત હોય છે. પુરુષના ઘૂંટણ હોય છે ત્યાંથી લઈને પગની પેની સુધીનો જે ભાગ હોય છે તે ભાગ શનિનો હોય છે. તેવી જ રીતે સ્ત્રીના હાથના કાંડાથી લઈને તેના હાથની આંગળીઓ સુધીનો ભાગ શુક્રનો હોય છે. શુક્રનો પ્રભાવ શનિ પર પડે ત્યારે ધનનો યોગ બને છે અને જો એક સ્ત્રી પોતાના પતિના પગ દબાવે તો શુક્રનો સૌથી સારો અને શુભ પ્રભાવ શનિ પર પડે છે જેના કારણે ઘરમાં ધનયોગ બને છે અને વધારે ધન પ્રાપ્તિ થાય છે. જ્યારે જ્યારે શનિ પર શુક્રનો પ્રભાવ થશે ત્યારે ત્યાં ધનની વર્ષા થશે.
મતલબ જે ઘરમાં સ્ત્રી પોતાના હાથના શુક્રથી પતિના પગના શનિ પર પ્રભાવ પાડે છે તો તે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી સર્જાતી તેમજ તેઓ કોઈ વેપાર કરતા હોય તો તેમનો વેપાર ખુબ સારો ચાલવા લાગે છે અને ઘરમાં અપાર ધન વર્ષા થાય છે. પહેલાના જમાનામાં લોકો અને શાસ્ત્રો જાણતા હતા માટે તેમણે આવો નિયમ બનાવ્યો હતો જેથી આ રીતે શનિ પર શુક્રનો પ્રભાવ પાડી શકાય અને એક હજુ મહત્વની વાત જણાવી દઈએ કે જે ઘરમાં શુક્ર પર શનિનો પ્રભાવ પડે તે ઘરમાં દરિદ્રતા જ છવાયેલી રહે છે. આજના સમયમાં કોઈ સ્ત્રીને પતિના પગ દબાવવાનું કહેવામાં આવે તો તે પોતાને દાસી સમજી બેસે છે પરંતુ હકીકતમાં તેવું કંઈ નથી હોતું. ગ્રહો પર સારો પ્રભાવ રહે તેના માટે એક સ્ત્રીને પતિના પગ દબાવવાનું પહેલાના સમયમાં કહેવાતું હતું. તે રીવાજ ક્યાંકને ક્યાંક આપણા માટે જ લાભદાયી હતો.