અમેરિકામાં ભગવાન હનુમાનની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપના કરાઈ છે. મૂર્તિની ઊંચાઈ 25 ફૂટ છે. આ અમેરિકામાં હિન્દુ ભગવાનની સૌથી ઊંચી મૂર્તિ છે. એક જ મજબૂત બ્લેક ગ્રેનાઈટ પર કંડારીને બનાવેલી આ મૂર્તિને દક્ષિણ ભારતના એક નાનકડા ગામડામાં તૈયાર કરાઈ હતી. અહીં 12થી વધુ શિલ્પકારોએ તેને એક વર્ષમાં તૈયાર કરી હતી. મૂર્તિને જાન્યુઆરીમાં જ ન્યુયોર્ક પહોંચાડાઈ હતી અને તે પછી ડેલાવેર પહોંચતા 11 જૂને અહીં પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ મુર્તિ ની ખાસિયત:
- ભારતમાં બનીને તૈયાર થઇ હતી મૂર્તિ
- વજન: 30 હજાર કિલો