ફાલિયા: કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે વિશ્વના દેશો કોરોનાથી બચવા માટે કોરોના ગાઈડલાઈનો બહાર પાડી છે ત્યારે પોલીસ પ્રસાશન પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પણ કાર્યવાહી કરી રહી છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના સંક્રમણ વધતાં તંત્ર કડક બન્યું છે. પાકિસ્તાનમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ એક સાથે 20 લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરનાર 20 લોકોને એક જ લોકઅપમાં ઘેંટાબકરાની જેમ ભરીને પોલીસે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના એક શહેર ફાલિયામાં, લગભગ 20 લોકોને કોરોના વાયરસ અંગે એસઓપી એટલે કે સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તમને જાણીને એમ થશે કે આમાં શું મોટી વાત, આ તો સારી વાત છે. ના, પરંતુ વાત હવે શરુ થાય છે. રસપ્રદ વાત એ છે કે આ લોકોને જેલમાં તો ધકેલી દીધા.
પરંતુ દરેકને જેલની એક જ કોઠરીમાં બંધ કરી દેવામાં આવ્યા. આ લોકો પણ મનમાં વિચારતા હશે, કે શું બહાર સામાજિક અંતર વગર ભેગા થવું ગુનો છે, કે તંત્રની હાજરી વગર ભેગા થવું ગુનો છે. કેમ કે અહિયાં તો તંત્રએ ખુદ બધાને એકસામટા ભરી દીધા છે. આ ફોટો પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે ટ્વીટ કર્યો હતો.
જોતજોતામાં આ ફોટો ખુબ વાયરલ થઇ ગયો. થવાનો જ હતો, ઘટના જો એવી હતી. એક વપરાશકર્તાએ કોમેન્ટ કરી હતી કે કોરોનાની હજી ધરપકડ કરવામાં આવી નથી, તેથી તેનો જેલ સેલમાં હોવાનો કોઈ સવાલ નથી. તે જ સમયે, અન્ય એક વ્યક્તિએ લખ્યું કે કોરોના પાકિસ્તાન પોલીસ સુરક્ષા અને જેલ રેલિંગને ક્યારેય પાર કરી શકશે નહીં.