Cyclone:ચીનના હૈનાનમાં ચક્રવાત યાગીએ તબાહી મચાવી,2 લોકોના મોત અને 92 ઘાયલ.
Cyclone:ચીનના હૈનાન પ્રાંતમાં શક્તિશાળી ચક્રવાત ‘યાગી’ ત્રાટક્યા બાદ બે લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 92 અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાત ભારે વરસાદ અને પવનને કારણે 8,00,000 થી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
ચક્રવાત ‘યાગી’ શનિવારે ટોંકિનની ખાડીમાં ઉત્તર વિયેતનામ તરફ આગળ વધી રહ્યું છે. વિયેતનામીસના અધિકારીઓએ યાગીને “છેલ્લા દાયકામાં આ પ્રદેશમાં ત્રાટકેલા સૌથી શક્તિશાળી વાવાઝોડામાંનું એક” ગણાવ્યું હતું. ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ચક્રવાત ‘યાગી’ પાનખરમાં ચીનમાં ત્રાટકનારું સૌથી શક્તિશાળી તોફાન છે.
https://twitter.com/Dal_Libano/status/1832307786799018021