નવી દિલ્હીઃ ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીનમાં કોરોના વાયરસને એક વરસ કરતા પણ વધુનો સમય થયો છે. ત્યારબાદ ધીમે ધીમે કોરોનાએ આખા વિશ્વમાં પોતાનો આતંક મચાવ્યો હતો અને લાખો લોકોનો ભોગ લીધો હતો. હવે કોરોના વયરસે દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં મચાવ્યો છે.
24 કલાકમાં બ્રાઝિલમાં 1386 કોરોના દર્દીઓના મોત થયા છે તેમજ 24 કલાકમાં કોરોનાના નવાં 61,602 નવાં કોરોના દર્દીઓ નોંધાયા છે. કોરોનાનાની આ અકળ પરિસ્થિતિના કારણે અત્યારે બ્રિટન અને અમેરિકા રસીકરણ પૂરજોશમાં કરી રહ્યા છે.
આજે વિશ્વભરના કેસોનો આંક 11,45,45,709 થયો છે. કોરોનાએ હજુ પણ સમગ્ર વિશ્વને અજગર ભરડામાં રાખ્યું છે. એક સમયે બ્રાઝિલ કોરોનામુક્ત થવાના આરે હતો પરંતુ અત્યારે બ્રાઝિલમાં કોરોનાની બીજી લહેરે ભયાનક પરિસ્થિતિ સર્જી છે.
તો બીજી તરફ આજે વિશ્વમાં કોરોના કેસોનો આંક 1,45,45,709 પર પહોચ્યો છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ જ્હોનસન એન્ડ જ્હોનસનની કોવિડ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. અમેરિકામાં આ ત્રીજી વેક્સિન છે, જેનો ઉપયોગ કોરોનાને અટકાવવા માટે થઇ રહ્યો છે.
બ્રિટનમાં પણ વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે ત્યાંનો શાહી પરિવાર પણ અપીલ રહી રહ્યો છે. કોરોનાના ખતરાને મંદ કરી શકાય તે હેતુથી અત્યારે અમેરિકા અને બ્રિટન રસીકરણ પૂરજોશમાં કરી રહ્યા છે અને વધુને વધુ લોકોને રસી આપી રહ્યા છે. ન્યૂઝીલેન્ડના સૌથી મોટાં શહેર ઓકલેન્ડમાં ફરીતી સાત દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.