નવી દિલ્હી: ચીનમાંથી પ્રસરેલા કોરોના વાયરસે અત્યારે હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોએ ચીને જ કોરોના વાયરસ ફેલાવ્યો હોવાનો આરોપ પણ મૂક્યો હતો. ત્યારે આવી પરિસ્થિતિમાં આખા વિશ્વએ ચીનની આકરી ટીકા કરી હતી. હવે યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને કેટલાક અગત્યના દસ્તાવેજ મળ્યા છે. આ પેપર્સમાં લખેલી વાતો મુજબ કોરોના વાયરસ ફેલાવવો તે ચીનનો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવાનો હિસ્સો હતો. ચીન આ વાયરસના માધ્યમથી દુનિયાને નષ્ટ કરી પોતાનું એકહથ્થુ રાજ સ્થાપવા માંગતું હતું. તેની તૈયારી ચીને વર્ષ 2015થી કરી દીધી હતી.
અમેરિકાના ઇન્વેસ્ટિગેટર્સના હાથમાં ઘણા અગત્યના પુરાવા લાગ્યા છે જે સ્પષ્ટ કરી રહ્યા છે કે કોરોના વાયરસને ચીને જાણી જોઈને બનાવ્યો અને ફેલાવ્યો. પુરાવા અનુસાર 2015થી જ ચીન તેની તૈયારી કરી રહ્યું હતું. અનેક વાર એ વાતનો દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસને ચીનની લેબોરેટરીમાં બનાવવામાં આવ્યો છે પરંતુ અઆ દેશ તે વાતને સ્વીકારવા તૈયાર નથી. હવે મળેલા પુરાવા બાદ ચીન ફરીથી દુનિયાના નિશાના પર આવી ગયું છે.
મળેલા દસ્તાવેજો મુજબ, ચીન એક એવું બાયોલોજિકલ હથિયાર તૈયાર કરી રહ્યું હતું જે દુનિયાના તાકાતવાન દેશોની મેડિકલ સિસ્ટમને ધ્વસ્ત કરી શકતું હતું. ધ ઓસ્ટ્રેલિયનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ચીન એક એવું હથિયાર બનાવી રહ્યું હતું જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ ન હોય. તેનો કોઈ તોડ ન હોય. દસ્તાવેજોમાં જોકે કોરોના વાયરસનું નામ લખેલું નથી પરંતુ તેમાં લખેલી વાતો તેની તરફ જ ઈશારો કરી રહી છે.
જો મળેલા દસ્તાવેજોની વાતોને જોડીએ તો તેમાં લખેલી દરેક વાત કોરોના વાયરસ તરફ ઈશારો કરે છે. જો આ સાચું છે તો ખરેખર ચીનની લેબોરેટરીમાં જ આ વાયરસને તૈયાર કરવામાં આવ્યો હતો. એ વાતના પુરાવા મળ્ય હતા કે ચીનની ધ વુહાન ઇન્સ્ટીટ્યુટ ઓફ વિરોલોજીમાં વર્ષ 2002થી જ ચામાચીડિયાના સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા હતા.
તેનાથી કેટલાક એવા વાયરસ બનાવવામાં આવ્યા હતા જે મનુષ્યના સેલ્સને ઇફેક્ટ કરી રહ્યા હતા. ત્યારબાદ પણ ચીન અટક્યું નહીં. કોરોના વાયરસ બનાવીને ચીને દુનિયાને તબાહીના માર્ગે ધકેલી જ દીધું.