Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બિલાવલ ભુટ્ટોની ધમકી: ‘સિંધુ નદીમાં પાણી નહીં, લોહી વહશે’
Pahalgam Attack પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોના મોત બાદ, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીે ભારતને સિંધુ જળ સંધિ (Indus Water Treaty) અંગે ખૂલી ધમકી આપી છે. તેમણે જાહેર સભામાં કહ્યું હતું કે, “કાં તો આપણું પાણી સિંધુ નદીમાં વહેશે અથવા તેમનું લોહી.” આ નિવેદન ભારત સામે ખુલ્લી ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહ્યું છે, ખાસ કરીને ત્યારે જ્યારે ભારત પાકિસ્તાનને આક્ષેપ કરી રહ્યું છે કે તે હજી પણ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
ભારતે સિંધુ જળ સંધિ પર પુનર્વિચાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જે 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હસ્તાક્ષર કરાયેલ એક મહત્વપૂર્ણ કરાર છે. આ કરાર હેઠળ, સિંધુ નદીના પાણીની વહેંચણી અંગે નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. પરંતુ પાકિસ્તાનની તરફથી સતત આતંકવાદી પ્રવૃત્તિઓ અને અસહકારાત્મક વલણને કારણે, ભારતે આ કરારને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.બિલાવલ ભુટ્ટોની આ નિવેદનને ભારતના વિદેશ મંત્રાલયે ગંભીરતાથી લીધું છે અને તેને રાજદ્વારી તણાવ વધારવા માટે જવાબદાર ઠેરવ્યું છે. ભારતનો દાવો છે કે પાકિસ્તાન હજી પણ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે, જે સિંધુ જળ સંધિની સમીક્ષા માટેનું મુખ્ય કારણ છે.
આ પરિસ્થિતિમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ વધુ ઘેરો બન્યો છે, અને બંને દેશો વચ્ચે સંલગ્નતા અને સહયોગની શક્યતાઓ ઘટી રહી છે.