Bangladesh Transshipment ભારતે બાંગ્લાદેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી: કૂટનિતિક અસર અને ભાવિ માર્ગો
Bangladesh Transshipment 8 એપ્રિલ, 2025ના રોજ ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાથી બાંગ્લાદેશ માટે ભારતીય ભૂમિ દ્વારા ટ્રાન્સશિપમેન્ટ સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. વર્ષ 2020માં શરૂ થયેલી આ વ્યવસ્થા હેઠળ બાંગ્લાદેશ પોતાનું નિકાસ માલ ભારત થઈને નેપાળ, ભૂતાન, મ્યાનમાર અને અન્ય દેશોમાં મોકલતો હતો.
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાછળ મુખ્ય કારણ ભારતીય બંદરો અને એરપોર્ટ પર વધતો બોજ અને તેના કારણે દેશની પોતાની નિકાસ પ્રક્રિયામાં થતા વિલંબ છે. આ ઉપરાંત, એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ પણ લાંબા સમયથી આ સુવિધા બંધ કરવાની માગ કરી રહી હતી.
હાલમાં, જે બાંગ્લાદેશી માલ પહેલેથી જ ભારતે પ્રવેશી ગયો છે તેને ટ્રાન્સશિપમેન્ટની મંજૂરી આપવામાં આવી છે, અને ખાસ કરીને નેપાળ અને ભૂટાન તરફ નિકાસ પર હવે પણ છૂટ આપવામાં આવશે. આ સ્પષ્ટતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપી છે.
આ નિર્ણય પછાડ એક રાજકીય પરિપ્રેક્ષ્ય પણ જોવા મળે છે. તાજેતરમાં બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનની મુલાકાત દરમિયાન ચીનને આ હૂંફભર્યું આમંત્રણ આપ્યું હતું કે તે બાંગ્લાદેશમાં ઉત્પાદનમાં રોકાણ કરે અને ત્યાંથી સમગ્ર દક્ષિણ એશિયાઈ પ્રદેશમાં વેપાર વિસ્તારે. યુનુસે ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોને જમીનથી ઘેરાયેલા ગણાવ્યા હતા અને બાંગ્લાદેશને ‘દરિયાઈ દરવાજો’ તરીકે પ્રસ્તાવિત કર્યો હતો.
આ વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતનો નિર્ણય અનાયાસ નથી માનવામાં આવતો. વ્યાપારિક હિતો ઉપરાંત, આ નિર્ણય દ્વારા ભારતે પોતાની કૂટનિતિક સ્થિતિને મજબૂત કરવાનો સંકેત પણ આપ્યો છે