Australia: ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે દુર્લભ વાવાઝોડું ત્રાટક્યું, શાળાઓ અને રસ્તાઓ પર વાહનોની અવરજવર ઠપ્પ
Australia: ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે એક દુર્લભ ઉષ્ણકટિબંધીય ચક્રવાત ‘આલ્ફ્રેડ’ ત્રાટક્યું છે, જેના કારણે દેશમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ચક્રવાત હવે પૂર્વી ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવન સાથે તેની અસર બતાવી રહ્યું છે. સાવચેતીના ભાગ રૂપે, શાળાઓ અને જાહેર પરિવહન બંધ કરી દેવામાં આવ્યા છે, અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
ચકરવાત ‘અલ્ફ્રેડ’ની સ્થિતિ
ચક્રવાત ‘આલ્ફ્રેડ’ ક્વીન્સલેન્ડ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે અને શનિવાર સવાર સુધીમાં તે સનશાઇન કોસ્ટ અને ગોલ્ડ કોસ્ટ વચ્ચે સ્થિત ક્વીન્સલેન્ડના દરિયાકાંઠાના ભાગને પાર કરી શકે છે. આ ચક્રવાત પૂરની સાથે ભારે પવન અને વરસાદ લાવશે તેવી શક્યતા છે, જેનાથી 40 લાખથી વધુ લોકોને અસર થવાની શક્યતા છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ
ગુરુવારે, ચક્રવાતને કારણે દક્ષિણ ક્વીન્સલેન્ડમાં 660 અને ઉત્તરી ન્યૂ સાઉથ વેલ્સમાં 280 શાળાઓ બંધ રાખવામાં આવી હતી. આ સાથે, ચક્રવાતની અસરને કારણે બ્રિસ્બેનમાં 20,000 થી વધુ ઘરો પૂરથી પ્રભાવિત થઈ શકે છે.
પ્રધાનમંત્રીએ મદદની રજૂઆત
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ એન્થની અલ્બેનીઝે જણાવ્યું કે, સરકાર ખરાબ હવામાન સ્થિતિને કારણે પ્રભાવિત વિસ્તારોમાં 310,000 ‘સેન્ડબેગ’ મોકલાવી ચૂકી છે અને વધુ મોકલવામાં આવી રહ્યા છે. તેમણે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ સુરક્ષિત રહે અને સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવી રહેલી મદદનો ઉપયોગ કરે.